Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાકિસ્તાનના ૮૭ ટકા હિસ્સા ઉપર સેટેલાઇટની બાજ નજર

પાકિસ્તાની ઘરોમાં ઘટનાક્રમ જોઇ શકે છે : ભારતીય સેનાને સેટેલાઇટ મારફતે ખુબ નક્કર માહિતી એચડી ફોટા દ્વારા મળે છે : સર્જિકલ સ્ટ્રાઇકમાં ઉપયોગ

નવીદિલ્હી, તા. ૨૮ : અંતરિક્ષમાં ડંકો વગાડનાર ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દેશ માટે યુદ્ધની સ્થિતિમાં પણ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં પાકિસ્તાન સામે ભારતની સ્થિતિ તંગ બનેલી છે અને યુદ્ધનો માહોલ છે ત્યારે ઇસરોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઇ રહી છે. ઇસરોના સેટેલાઇટ પાકિસ્તાનના ૮૭ ટકા વિસ્તાર ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. એચડી ક્વોલિટીમાં મેપિંગ પણ કરી રહ્યા છે જે બાલાકોટ હવાઈ હુમલા જેવા ઓપરેશન માટે સુરક્ષા દળો માટે ખુબ મહત્વપૂર્ણ છે. ભારતીય સેટેલાઇટ પાકિસ્તાનના કુલ ૮.૮ લાખ વર્ગ કિલોમીટરના વિસ્તાર પૈકી ૭.૭ લાખ વર્ગકિલોમીટર વિસ્તાર પર નજર રાખે છે. ભારતીય કમાન્ડરોને ૦.૬૫ મીટર સુધીની એચડી તસ્વીરો આ સેટેલાઇટ મારફતે મળી રહ્યા છે. ભારતની ક્ષમતા બીજા પડોશી દેશો માટે પણ છે. અમારા સેટેલાઇટ ૧૪ દેશોને કુલ ૫૫ લાખ વર્ગકિલોમીટર હિસ્સાને મેપ કરી શકે છે પરંતુ ચીનને લઇને માહિતી હજુ ઉપલબ્ધ કરવામાં આવી નથી. સુત્રોએ કહ્યું છે કે, આ કવરેજ કાર્ટોસેટ સેટેલાઇટ મારફતે છે. ઇસરો સેવા આપે છે પરંતુ આને લઇને વધારે માહિતી આપી શકાય તેમ નથી. ૧૭મી જાન્યુઆરીના દિવસે અંતરિક્ષ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનના ઘરમાં પમ સરળતાથી જોઈ શકે છે. આ કોઇ મજાક ન હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં એન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજેન્ટ સિસ્ટમ પાકિસ્તાનના દરેક ઘરમાં સરળતાથી જોઈ શકે છે. ભારતીય એરફોર્સ ઇસરોની પ્રક્રિયાથી ખુબ જ ખુશ છે. એક એર માર્શલે ગયા સપ્તાહમાં જ કહ્યું હતું કે, અમને વધારે સેટેલાઇટની જરૂર છે પરંતુ ૭૦ ટકા જરૂરિયાતો પહેલાથી જ પૂર્ણ થઇ રહી છે. જે મોટા સેટેલાઇટ દ્વારા સુરક્ષા દળોને મદદ કરવામાં આવી છે તેમાં કાર્ટોસેટ સિરિઝના સેટેલાઇટ જીસેટ-૭, જીસેટ-૭એનો સમાવેશ થાય છે. માઇક્રોસેટ, રિસેટ પણ આમા સામેલ છે. જો વ્યક્તિગત સ્પેશ ક્રાફ્ટને પણ ધ્યાનમાં લેવામાં આવે તો ૧૦થી વધારે ઓપરેશન સેટેલાઇટ મારફતે સેના માહિતી મેળવી રહી છે. કાર્ટોસેટ ઉપગ્રહ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૬માં માહિતી મેળવીને એલઓસી પાર કરીને સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલા હવાઇ હુમલામાં પણ સેટેલાઇટની મદદથી તમામ માહિત મેળવી લેવામાં આવી હતી.

સેટેલાઇટથી નજર.....

નવીદિલ્હી, તા. ૨૮ : અંતરિક્ષમાં ડંકો વગાડનાર ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દેશ માટે યુદ્ધની સ્થિતિમાં પણ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં પાકિસ્તાન સામે ભારતની સ્થિતિ તંગ બનેલી છે અને યુદ્ધનો માહોલ છે ત્યારે ઇસરોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઇ રહી છે. સેટેલાઇટથી પાક પર નજર રાખવામાં આવે છે જે નીચે મુજબ છે.

*   પાકિસ્તાનના ૮૭ ટકા હિસ્સા પર ઇસરો સેટેલાઇટની એચડી નજર કેન્દ્રિત છે

*   ભારતીય સેટેલાઇટ પાકિસ્તાનના ૮.૮ લાખ વર્ગકિલોમીટર પૈકી ૭.૦૭ લાખ વર્ગકિલોમીટર પર નજર રાખી રહ્યા છે

*   ભારતીય કમાન્ડરોને ૦.૬૫ મીટર સુધીને એચડી ફોટાઓ ઉપલબ્ધ કરાવે છે

*   સેટેલાઇટ ૧૪ દેશોને પણ મેપિંગ કરીને સુવિધા આપે છે

*   કાર્ટોસેટ સેટેલાઇટની હાલમાં મદદ લેવાઈ રહી છે

*   કાર્ટોસેટ મારફતે લેવાયેલા ફોટાઓનો ઉપયોગ પ્રથમ વખત સપ્ટેમ્બર ૨૦૧૬માં એલઓસી પાર કરીને ભારતે સર્જિકલ હુમલા કર્યા ત્યારે કરવામાં આવ્યો હતો

*   ઇસરોની બોલબાલા સતત વધી છે

 

(7:44 pm IST)