Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પેપ્સીકો અને હલ્દીરામને પડકારવા ૨૪૦૦૦ કરોડના સ્નેકસ બજારમાં લાવશે બ્રિટાનીયા

નોટબિસ્કીટ કેટેગરીમાં કરશે એન્ટ્રી

નવી દિલ્હી તા. ૨૮ : બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ ૨૪ હજાર કરોડના સાલ્ટી સ્નેકસ માર્કેટમાં એન્ટ્રીની યોજના બનાવી રહી છે જેના પર અત્યારે પેપ્સિકો અને હલ્દીરામનો દબદબો છે. દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની ટાઈમ પાસ બ્રાંડ અંતર્ગત આવતા મહિને સ્નેકસ લોન્ચ કરશે. નોન બિસ્કિટ કેટેગકરીમાં પ્રવેશ કરવાની યોજના અંતર્ગત બ્રિટાનિયાએ આ પહેલ કરી છે.

કંપનીના મેનેજિંગ ડાયરેકટર વરુણ બેરીએ કહ્યું કે અમે બિલકુલ અલગ પ્રોડકટ્સની રેન્જ ઉતારવા જઈ રહ્યા છીએ. અમારી પાસે ૮૦ પ્લાંટ્સ છે, જયાં કંપની પ્રોડકટ્સ તૈયાર કરે છે. સ્નેકસ સેગ્મેન્ટમાં સામાન લાવવા પર પણ ખૂબ ખર્ચ થાય છે પરંતુ અમારી પાસે દેશભરમાં પ્લાંટ્સ છે એટલા માટે અમે ઓછા ખર્ચે સ્નૈકસને ગમેત્યાં પહોંચાડી શકીશું. બેરીએ પ્રોડકટની રેન્જ અને વેરિએન્ટ્સ મામલે કોઈ માહિતી ન આપી.

ભારતમાં બિસ્કિટ, સ્નૈકસ અને ડેરી ત્રણ મોટા સેગ્મેન્ટ છે. ૩.૪ લાખ કરોડની પ્રોડકટ્સ માર્કેટમાં તેમની ભાગીદારી એક તૃતિયાંશ છે. ગુડડે અને ન્યૂટ્રિચોઈસ બ્રાંડની માલિક બ્રિટાનિયાએ ટોટલ ફૂડ કંપની બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ અંતર્ગત તે ત્રણેય સેગ્મેન્ટમાં પ્રોડકટ્સ લોન્ચ કરશે. ગત કેટલાક મહિનાઓમાં કંપનીએ સ્વિસ રોલ, લેયર કેક, ક્રીમ વેફર્સ, ક્રોંસા અને ટેટ્રા પેકમાં મિલ્ક શેક લોન્ચ કર્યા છે.

બિસ્કિટ કેટેગરીમાં જયાં બ્રિટાનિયા, પારલે અને આઈટીસી જેવી મોટી કંપનીઓનો દબદબો છે તો સ્નૈકસ માર્કેટમાં રીજનલ અને રાજય સતરની કંપનીઓ ખૂબ મજબૂત છે. તેમની પાસે સસ્તી પ્રોડકટ્સ છે, જેનાથી તેમણે મોટી કંપનીઓના બજારમાં દબદબો જમાવ્યો છે. મોટી કંપનીઓના એકસમાન ભાવ વાળા પ્રોડકસની તુલનામાં રીજનલ સ્નૈકસ બ્રાંડનું વેચાણ વોલ્યૂમની દ્રષ્ટીએ ૩૦ ટકા વધારે છે. ખાસકરીને ૫ અને ૧૦ રુપિયાના પેકમાં તેમનું વેચાણ વધારે છે.

૧૦ હજાર કરોડની વાડિયા ગ્રુપની કંપની બ્રિટાનિયાએ પહેલા જ સ્નૈકસ કેટેગરીમાં એન્ટ્રી કરી હતી પરંતુ ત્યારે તે થોડા સમય બાદ તેમાંથી નીકળી ગઈ હતી. બેરીએ કહ્યું કે આ વખતે અમે બિલકુલ અલગ પ્રકારની પ્રોડકટ્સ લઈને બજારમાં આવી રહ્યા છીએ.

છેલ્લા કેટલાક વર્ષમાં આ માર્કેટમાં ટ્રેડિશનલ સ્નૈકસની બોલબાલા વધી છે. મલ્ટીનેશનલ અને ભારતીય કંપનીઓએ આ વચ્ચે નમકીન પ્રોડકટ્સ પર ફોકસ કર્યું છે. એક વર્ષ પહેલા પેપ્સિકોને પાછળ છોડીને હલ્દીરામ આ માર્કેટમાં સૌથી મોટી કંપની બની ગઈ હતી. બ્રિટાનિયાનો મુકાબલો સ્નૈકસ સેગ્મેન્ટમાં પહેલા પેપ્સિકો અને આઈટીસી સાથે થશે જે પોટેટો બેઝડ સ્નેકસનું વધારે વેચાણ કરે છે. આ સેગ્મેન્ટમાં પેપ્સિકો પાસે કુરકુરે જેવી બ્રાંડ છે તો આઈટીસી પાસે બિંગોઝ ટેઢે-મેઢે જેવી બ્રાંડ છે.(૨૧.૩૨)

(3:46 pm IST)