Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

'જોબ માર્કેટ' તેજીમાં : દેશ-રાજયમાં વિવિધ પ્રકારની નોકરીઓ ઉપલબ્ધ

રેલ્વે, બીએસએફ, હાઇકોર્ટ, સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી સહિતના વિવિધક્ષેત્રે નોકરીઓનો વરસાદ : ટેકનોલોજી (આઇ.ટી.), રીટેલ, ટેલિકોમ સેકટર, જોબ વિથ ક્રિએટીવીટી વિગેરેમાં ભવિષ્ય ઉજ્ળુ

રાજકોટ, તા. ર૮ : સમગ્ર ભારત તથા ગુજરાતનું યુવાધન વિવિધક્ષેત્રે મનગમતી નોકરી મેળવવા માટે બેતાબ બન્યું છે, ત્યારે હાલમાં એક સાથે ઘણા બધાં ક્ષેત્રોમાં સતા સાથે સેવા કરવાનો તથા સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરીઓ ઉપલબ્ધ છે.

રેલ્વે, લશ્કર, પોલીસ, સ્કૂલ-કોલેજ સહિતના વિવિધ ખાનગી-સરકારી ક્ષેત્રોમાં પુષ્કળ પ્રમાણમાં નોકરીઓ ઉપલબ્ધ બનતા નોકરીવાંચ્છુઓને તો ઘી-કેળા થઇ ગયા છે. રીટેલ, ટેકનોલોજી, ક્રિએટીવીટી વિગેરે જેવા ક્ષેત્રોમાં તો રોજગારી માટે ઉજળુ ભવિષ્ય દેખાઇ રહ્યું છે.

હવે વિવિધ સરકારી, અર્ધસરકારી, ખાનગી કે કોર્પોરેટ ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે, અથવા તો નજીકના ભવિષ્યમાં આવી રહી છે તેના ઉપર નજર કરીએ તો...

. બોર્ડર સિકયુરીટી ફોર્સ (BSF)માં ૩-૩-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે કોન્સ્ટેબલ ટ્રેડમેનની જગ્યાઓ ઉપર ભરતી થઇ રહી છે. કુલ ૧૭૬૧ જગ્યાઓમાં ક્રોબ્લર, ટેઇલર, કારપેન્ટર, કૂક, વોટર કેરિયર, વોશરમેન, બાર્બર, સ્વીપર, વેઇટર, ડ્રાફટમેન, પેઇન્ટર વિગેરનો સમાવેશ થાય છે. ૧૮થી ર૩ વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ છુટછાટ મળવાપાત્ર છે. ધોરણ ૧૦ પાસ તથા આઇ.ટી.આઇ. કરેલ અનુભવી ઉમેદવાર અરજીપાત્ર છે.

WWW.BSF.NIC.IN

 . યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ર૮-ર-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે એડમિનિસ્ટ્રેટીવ ઓફીસર (મેડીકલ) સ્કેલ-૧ ની જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. એમ.બી.બી.એસ. થયેલા ઉમેદવારો અરજીપાત્ર છે.

HTTPS://UIIC.CO.IN/CAREERS/ RECRUITMENT

 . હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા૧-૩-ર૦૧૯ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સીવિલ જજની કુલ ૧ર૪ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. ઉમેદવારની ઉંમર (રીઝર્વ કેટેગરી સિવાય) ૩પ વર્ષથી ઓછી હોવી જોઇએ.

HTTPS://HC-0JAS.GUJ.NIC.IN

 .ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, રાજકોટ હસ્તકની કામગીરી માટે કરાર આધારીત ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ તથા તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટના સીધા ઇન્ટરવ્યુ તા. ૭-૩-ર૦૧૯ ના રોજ સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ કલાક દરમ્યાન રાખેલ છે.

ઉપરાંત ફાર્માસીસ્ટ RBSK તથા સ્ટાફ નર્સના સીધા ઇન્ટરવ્યું તા. પ-૩-ર૦૧૯ ના રોજ ૯-૩૦ થી ૧૧-૩૦ દરમ્યાન રાખેલ છે. તમામ પોસ્ટસના ઇન્ટરવ્યુ માટે પ્રમાણપત્રો તથા ફોટોગ્રાફસ સાથે જિલ્લા આરોગ્ય સોસાયટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત રાજકોટ ખાતે હાજર રહેવાનું છે.

 . CLRT દ્વારા ૧પ-૩-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકિનકલ ઓફીસર વિગેરેની ૧૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

WWW.CLRI.ORG

. RRCAT દ્વારા ર૮-ર-ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેડ એપ્રેન્ટીસની કુલ ૪૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

WWW.CRRCAT.GOV.IN

. NIREH  દ્વારા ર૮-ર-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકનિકલ આસીસ્ટન્ટ વિગેરેની પ૬ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.  

NIREH.ORG

.નેશનલ ફર્ટીલાઇઝર લી. દ્વારા ર૮-ર-ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે એકાઉન્ટ આસીસ્ટન્ટની કુલ પર જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

WWW.NATIONALFERTILIZERS.COM

. નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ર૮-ર-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી મેનેજરની ર૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

WWW.NHAI.GOV.IN

. એચ.જે. દોશી હોસ્પિટલ રાજકોટ, માલવીયાનગર, ગોંડલ રોડ ખાતે નર્સિંગ સ્ટાફ, ઓટી આસીસ્ટન્ટ, ડ્રેસરની ભરતી પ્રક્રિયા સવારે ૧૦થી સાંજે ૬ દરમ્યાન એડમિનિસ્ટ્રેટરની ઓફીસ ખાતે ચાલી રહી છે.

WWW.HJDOSHIHOSPITAL.ORG

 Ph. : 0281-2388994/5/6

. કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક-૧, વાયુસેના સ્થળ જામનગર (ફોન નં. -૦ર૮૮ ર૭૧૦૩૮૮) દ્વારા વિવિધ વિષયોના સ્નાકોતર શિક્ષકો, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષણ તથા પ્રાથમિક શિક્ષકના સીધા ઇન્ટરવ્યુ તા.  ૧ર-૩-ર૦૧૯ ના રોજ સવારે ૮-૩૦ થી બપોરે ૧ર-૩૦ દરમ્યાન યોજાશે.

ઉપરાંત સ્નાતકોતર (સંગણક) સંગણક અનુદેશક, ડેટા એન્ટ્રી ઓપરેટર (લિપિક), પ્રશિક્ષણ (સ્પોર્ટસ, યોગ, કળા, નૃત્ય, સંગીત), ડોકટર, નર્સ તથા કાઉન્સેલરના સીધા ઇન્ટરવ્યું તા. ૧૩-૩-ર૦૧૯ના રોજ સવારે ૮-૩૦થી બપોરે ૧રઃ૩૦ દરમ્યાન રાખેલ છે. 

WWW.KVIJAMNAGAR.EDU.IN

. ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગા, જિલ્લો આણંદ દ્વારા ૧૦-૩-ર૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકનોલોજી તથા એન્જીનીયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ, દ્યુમાનિટીઝ એન્ડ સોશ્યલ સાયન્સીઝ, એટલાઇડ સાયન્સ, મેડીકલ સાયન્સ, પેરામેડીકલ, નર્સિંગ, ફીઝીયોથેરાપી વિગેરે ફેકલ્ટી/ડીપાર્ટમેન્ટ/પ્રોગામ માટે પ્રોફેસર, એસોસીએટ તથા આસીસ્ટન્ટ પ્રોફેસર પ્રિન્સીપાલ (ફાર્મસી) તથા ટયુટર (નર્સિંગ) અને કિલનીકલ ઇન્સ્ટ્રકટરની ભરતી ચાલી રહી છે.

WWW.CHARUSTA.AC.IN-CAREER-CURRENT OPENTINGS

ફોન નં. ૦ર૬૯૭-ર૬પ૦૧૧, ર૬પ૦૦૬.

   . સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુનર્વાસ પ્રશિક્ષણ તથા અનુસંધાન કેન્દ્ર ઓરીસ્સા દ્વારા ૧૮-૩-ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ વિષયો તથા ફેકલ્ટી માટે નિર્દેશક, પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યપક, વિશેષ શિક્ષક, લિપિક વિગેરે પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

ફોન નં. ૦૬૭૧-ર૮૦પપપર.

WWW.SVNIRTAR.NIC.IN

. ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ૧૧-૩-ર૦૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકનીકલ આસીસ્ટન્ટ કમ કલાર્ક તથા ટાઇપીસ્ટની જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. ફોન નં. 07923259362

WWW.GUJCOST.GUJARAT.GOV.IN

. દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. દ્વારા લો ઓફીસરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. WWW.DGVCL.COM/ "ADVERTISEMENT"

. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેકનોલોજી, રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા ર૯-૩-ર૦૧૯ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે કોમ્પ્યુટર સાયનસ, મિકેનિકલ એન્જીનીયરીંગ તથા અંગ્રેજી માટે ફેકલ્ટીની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન : 079-67775488, 67775499.

WWW.IITRAM.AC.IN

. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગમાં ૧ર જેટલા નોન ટીચીંગ સ્ટાફની ભરતી નજીકના ભવિષ્યમાં થવાની સ઼ભાવના છે. જેમાં લેબ ટેકનીશીયન, લેબ આસીસ્ટન્ટ, સ્ટોર-કીપર, ઓફીસ સુપ્રીન્ટેન્ડેન્ટ, આસી. ઓફીસ સુપ્રીન્ટેન્ડેન્ટ, એકાઉન્ટન્ટ અને કલાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર વિગેરેનો સમાવેશ થનાર હોવાનું જાણવા મળે છે.

. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગર ઝોનની કચેરી માટે રાજય સેવા વિકલ્પે/બોર્ડ નિગમમાંથી નિવૃત થયેલ કર્મચારીઓ/અધિકારીઓની કરાર આધારીત ભરતીના સીધા ઇન્ટરવ્યું તા. ૧-૩-ર૦૧૯ના રોજ સવારે ૧૦ વાગ્યાથી પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી, મોતીબાગ, ટાઉન હોલ પાછળ, મહાત્મા ગાંધી સદન ભાવનગર ખાતે રાખેલ છે. વિવિધ જગ્યાઓમાં ચીફ ઓફીસર, મદદનીશ ઇજનેર, મ્યુનિસિપલ ઇજનેર, ટાઉન પ્લાનર કાર્યપાલક ઇજનેર વિગેરે સમાવેશ થાય છે.

. ન્યુકિલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી., કાકરાપાર, ગુજરાત દ્વારા એપ્રેન્ટીસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત આઇ.ટી.આઇ. કરેલ ઉમેદવારો માટે ફીટર, ટર્નર, મશીનીસ્ટ, ઇલેકટ્રીશ્યન, વેલ્ડર, PASAA, ઇન્સ્ટ્રુમેન્ટેશન, મિકનેીક, ઇલેકટ્રોનિકસ મિકેનીકની ટ્રેડ એપ્રેન્ટીસ રૂપે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

WWW.NPCIL.NIC.IN/HR MANAGEMENT/OPPORTUNITIES

    . એસ.કે.વી. સાયન્સ એન્ડ કોમર્સ સ્કૂલ, સનાતન સેવા મંડળ, રેલ્વે સ્ટેશન રોડ, દ્વારકા દ્વારા ધોરણ ૧૧ અને ૧ર સાયન્સ તથા કોમર્સના વિવિધ વિષયો માટે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

SKVDWARKA@GMAIL.COM

.ડો. સુભાષ કોલેજ ઓફ એજયુકેશન (બી.એડ્.), ખામધ્રોળ રેલ્વે ક્રોસીંગ પાસે જૂનાગઢ (સુભાષ એકેડેમી) દ્વારા ગણતિ, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ફીલોસોફી, સમાજશાસ્ત્ર, રાજયશાસ્ત્ર, ફાઇન આર્ટસ, પફોર્મીંગ આર્ટસ (મ્યુઝીક, ડાનસ, થિયેટર) વિષયો માટે આસીસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

. ભારતીય રેલ્વે દ્વારા નજીકના ભવિષ્યમાં જ ૧.૩ લાખથી વધુ જગ્યાઓ વિવિધ કેડરમાં ભરવામાં આવનાર છે. આવતા બે વર્ષોમાં કુલ ર.૩ લાખ જેટલી ભરતી ભારતીય રેલ્વે દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ધોરણ ૧૦ પાસે કે તેનાથી વધુ ભણેલા ઉમેદવારો અરજી કરવા માટે સંભવ બનશે.

WWW.INDIANRAILWAYS.GOV.IN

      . ખાણકામ પ્રભાવિત ક્ષેત્રોના ગુજરાતમાં આવેલ ૧૯૪૬ જેટલા ગામના નાગરિકો માટે વિનામૂલ્યે તાલીમ સાથે નોકરીની ખાતરી સંદર્ભેનો 'પ્રોજેકટ સામર્થ્ય' ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ બનાવાયેલ છે. ધોરણ ૮ પાસ તથા ૧૮થી ૩પ વર્ષ સુધીના દરેક યુવક/યુવતીઓ આ ટ્રેનીંગમાં જોડાવવા માટે અરજી કરી શકે છે

WWW.DMF.GUJARAT.GOV.IN

  .  પારૂલ યુનિવર્સિટી, વાઘોડીયા, વડોદરા, દ્વારા વિવિધ ફેકલ્ટી/સ્ટ્રીમ/ડીપાર્ટમેન્ટ માટે પ્રોફેસર, એસોસીએેન તથા આસીસ્ટન્ટ પ્રોફેસર, હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ, લેકચરર અને ટયુટર (ડીપ્લોમા માટે)ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન નં. 02668260219

WWW.PARULUNIVERSITY.AC.IN

.  પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી. રાજકોટ દ્વારા ચેરપર્સન (CGRF-રાજકોટ)ની ભરતી પ્રક્રિયા ચાલુે છે.

કે જેમાં રીટાયર્ડ ડીસ્ટ્રીકટ જજ સિનિયર જયુડીસીયલ ઓફીસર સિવિલ સર્વન્ટ કે જેનો રેન્ક કલેકટરશ્રી નીચો ન હોય અથવા તો ચીફ એન્જીનીયરથી નીચો રેન્ક ન ધરાવતા રીટાયર્ડ સિનિયર ઇલેકટ્રીકલ એન્જીનીયર્સ અરજી કરી શકે છે.

WWW.PGVCL.com

* રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાલી પડેલ આસી.પ્રોફેસરની સંભવિત ૧૦ જગ્યાઓ વહેલાસર ભરી દેવા માટે તાજેતરમાં કલેકટરશ્રી રાજકોટને આવેદન પાઠવવામાં આવ્યુ છે.

* એક સર્વે પ્રમાણે ૨૦૧૯ના વર્ષમાં એફએમસીજી અને રીટેલ સેકટરમાં ૪.૨ લાખ જેટલી રોજગારી મળવાની - પ્રાપ્ત થવાની સંભાવના દેખાઇ રહી છે. આ ઉપરાંત આઇ.ટી.સેકટર, બેન્કિંગ, વીમા અને ફાયનાન્સ ક્ષેત્રે આગામી ત્રણ વર્ષોમાં ૯ લાખ જેટલી નવી રોજગારી ઉત્પન્ન થવાની પ્રબળ આશા સેવાઇ રહી છે. ટેલિકોમ સેકટરમાં પણ નોકરીઓ ઉપલબ્ધ બનશે.

આ ઉપરાંત ટેકજોબ્સ જેવી કે ડેટા સાયન્ટિસ્ટ, એ.આઇ.એન્જીનીયર્સ, કલાઉડ આર્કિટેકસ, સાયબર સિકયોરીટી એકસપર્ટસ, ડિજીટલ પ્રોજેકટ મેનેજર્સનો સોનેરી સમય દેખાઇ રહ્યો છે. તેનુ ભવિષ્ય ખૂબ જ ઉજળું દેખાઇ રહ્યું છે.

આ ઉપરાંત સર્જનાત્મક કામ કરનાર વ્યકિત, રાજદ્વારી અને અર્થશાસ્ત્ર જેવી ગણતરી તથા ત્વરીત નિર્ણયશકિતના દર્શન કરાવતી નોકરીઓ, શિક્ષક, નર્સ, ડોકટર, કેરટેકર, વિગેરેની માંગ દિવસે-દિવસે વધતી રહેવાની તેવુ ચોકકસપણે દેખાઇ રહ્યું છે.

આટ આટલી ચિકકાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો- મંડી પડો. લાખેણી નોકરી આપ સૌની રાહ જોઇને બેઠી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટે અરજી કરતા પહેલા ભરતી તથા જે-તે ક્ષેત્ર વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, રૂબરૂ ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ પુરા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળી શકે.

(3:37 pm IST)