Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

હાલના ઇન્કમટેક્ષના સ્લેબને રિવાઇઝડ કરો

નાણામંત્રાલયે ડીટીસી પેનલને આપી સૂચના : ૨૦ ટકાના ટેક્ષ સ્લેબમાં ફેરફાર કરવો જરૂરી છે

નવી દિલ્હી તા. ૨૮ : નાણા મંત્રાલયે પ્રત્યક્ષ કર સંહિતા સમિતિને હાલની આયકર સ્લેબ, ખાસ કરીને ૨૦ ટકા કર દાયરામાં સંશોધન કરવાનું સૂચન કર્યું છે. મામલાની જાણકારી રાખતા વરિષ્ઠ અધિકારીએ તેની જાણકારી આપી. સમિતિએ આ સૂચનોને સામેલ કરવા માટે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે. ડીટીસીના બિલ પ્રારૂપ સોંપવાના એક દિવસ પેલા નાણાંમંત્રી અરુણ જેટલીની સાથે પ્રત્યક્ષ કર વિધેયક પર રચના કરવામાં આવેલી કાર્યબળની બેઠક યોજાઈ. જેમાં આ સૂચનો આપવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું હાલના કર દરોને વિશેષ રીતે નિમ્નતમ કર સ્લેબ અત્યંત જટિલ છે. સૂચન મુજબ અમે કર સ્લેબને તર્ક સંગત બનાવ પર કામ કરીશું. અમે આ અંગે વિશેષજ્ઞો પાસેથી મંતવ્યો આપીશું અને પ્રાપ્ત સૂચનોના મુજબ સામેલ કરવાના પ્રયત્નો કરીશું.

હાલના કર સ્લેબ મુજબ,૨૦૫ લાખ રૂપિયા સુધીની આવક કર મુકત છે. જયારે ૨.૫ લાખ થી ૫ લાખ રૂપિયા સુધીની આવક પર ૩૦ ટકાના દરથી કર લાગુ થાય છે. સૂત્રોએ કહ્યું કે સામાન્ય ચૂંટણીને જોઈને સરકાર લાંબા સમયથી લંબિત રિપોર્ટને લાવવા માંગતી નથી. નાણાંમંત્રાલએ એક પૂર્વવર્તી પેનલના સભ્યો વચ્ચે અસહમતી થયા બાદ પ્રત્યક્ષ કર સંહિતા પર એક કાર્યબળની રચના કરવામાં આવી હતી.

(3:36 pm IST)