Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ઇમરાન ખાનના ભાષણથી ભારત અપ્રભાવિત : વિવાદ વધવાના એંધાણ

ઇમરાનનો વાતચીતનો પ્રસ્તાવ ભારતના ગળે ઉતર્યો નહીં

નવી દિલ્હી તા. ૨૮ : ભારતના વડાપ્રધાન ઇમરાન ખાનના પરમાણુ યુદ્ઘના ખતરા તરફ ઈશારો કરવા અને વાતચીતના પ્રસ્તાવથી પ્રભાવિત થયા વગર ભારતે ગઈ કાલે કહ્યું કે એલઓસી પર હવાઈ યુદ્વ આક્રમક કાર્યવહી છે. ભારતના આ નિવેદન બાદ વિવાદ વધુ વધવાની સંભાવના તેજ બની છે. એટલું જ નહીં ભારતે પાકિસ્તાનના ઉપઉચ્ચાયુકત સૈયદ હૈદર શાહને પણ આપત્તિ પત્ર મોકલવામાં આવ્યો છે.

ભારતીય વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું કે ઉકસાયાં વગરની કાર્યવાહી હતી. અને પાકિસ્તાન અમારા સૈન્ય પોસ્ટને નિશાન બનાવાના પ્રયત્નો કરવામાં આવ્યા. અને પાકિસ્તાની એરફોર્સે આપણી સરહદનું ઉલ્લંઘન કર્યું.ભારત આ પ્રકારના આક્રમણ અથવા સરહદ પાર આતંકવાદથી આપણા દેશની સુરક્ષા, સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરવા માટે કોઈ ખાસ મહત્વનો નિર્ણય લેવાનો અધિકાર રાખે છે.

ભારતનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આવ્યો હતો. ઈમરાન ખાનની વાતચીતના પ્રસ્તાવ પર ભારતે પાકિસ્તાની ઉપઉચ્ચાયુકતને એક ડોઝિયર સોંપવામાં આવ્યુ. ભારતે તેમાં પાકિસ્તાનને પુલવામા હુમલામાં જૈસ-એ-મોહમ્મદની મીલીભગત અને પાકિસ્તાનને તેના આતંકી પોસ્ટ તથા તેના નેતૃત્વ વિષે વિષે મહત્વપૂર્ણ વિવરણ આપ્યુ.

(11:51 am IST)
  • સ્થિતિ સામાન્ય થાય તો જ છૂટકારાનો સંભવ : પાકિસ્તાને ભારતીય પાયલોટ અભિનંદન વર્તમાનને છોડી મૂકવા માટે શર્ત રાખી : શાહ મહમૂદ કુરૈશી :પાકિસ્તાનની વિદેશ પ્રધાને કહ્યું કે અભિનંદન સંપૂર્ણ સુરક્ષીત છે : તેની તમામ પ્રકારે હિફાઝત કરવામાં આવી રહી છે access_time 12:44 pm IST

  • રાજકોટમાં બજરંગવાળી મેઈન રોડ એરપોર્ટ પાછળ બાઈક સળગતા અફરાતફરી :નાનજીભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ,વ, 45 ) લાભદીપ સોસાયટી ગંભીર રીતે દાઝયા :108 અમબ્લયુલ્સ મારફત હોસ્પિટલ ખસેડાયા :ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ શરુ access_time 10:06 pm IST

  • રાંધણગેસમાં ભાવ વધારો કરાયો :સબસિડીવાળા સિલિન્ડરમાં 2,08 રૂપિયા અને બિન સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં 42,50 રૂપિયાનો વધારો ઝીકાયૉ access_time 1:14 am IST