Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

પોસ્ટ વિભાગ દ્વારા સિનીયર સિટીઝન્સ સેવિંગ્સ સ્‍કીમનો પ્રારંભઃ પાંચ વર્ષ બાદ ૧૦ લાખના રોકાણના બદલામાં ૧૪.૨૮ લાખ પરત મળે

નવી દિલ્હી: સખત મહેનતથી કમાયેલા દરેક રૂપિયાનું ઘણું મહત્વ હોય છે. એવામાં ઘણું જરૂરી છે કે જ્યારે પણ તમે કોઇ નાના અથવા મોટા રોકાણ કરો તો તેનો સંપૂર્ણ ફાયદો મળે. જો તમે ઓછા સમયમાં રોકાણથી નફો કમાવવા માગો છો તો એવામાં પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કીમ પસંદ કરી શકો છો. પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમમાં રોકાણકારોને 7.4 ટકાના દરથી વ્યાજ મળે છે. આવો તમેને જણાવી દઇએ કે તમે કેવી રીતે 5 વર્ષમાં 14 લાખ રૂપિયા બની શકે છે.

શું છે આ સ્કીમ

સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમમાં ખાતા ખોલવાને લઇને તમારી ઉંમર સીમા 60 વર્ષ હોવી જોઇએ. 60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકો જ આ સ્કીમમાં ખાતુ ખોલાવી શકે છે. આ ઉપરાંત જે લોકોએ VRS એટલે કે, Voluntary Retirement Scheme લઇ રાખી છે તે લોકો પણ આ સ્કીમમાં ખાતુ ખોલાવી શકે છે. જો સીનિયર સિટીઝન્સ સ્કીમમાં તમે એક રકમ 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષના 7.4 ટકાના વ્યાજ દર સાથે 5 વર્ષ બાદ એટલે કે મેચ્યોરિટી પર રોકાણકારોની કુલ રકમ 14,28,964 રૂપિયા થશે એટલે કે 14 લાખથી વધારે. અહીં તમને વ્યાજના રૂપમાં 4,28,964 રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે.

આ શરતોનું રાખવું પડશે ધ્યાન

આ સ્કીમમાં ખાતુ ખોલાવનાર માટે ઓછામાં ઓછી રકમ 1000 રૂપિયા છે. આ ઉપરાંત આ ખાતામાં તમે વધુમાં વધુ 15 લાખ રૂપિયાથી વધારે જમા કરાવી શકો નહીં. આ ઉપરાંત જો તમારી ખાતા ખોલાવવાની રકમ 1 લાખથી ઓછી છે તો તમે રોકડા રૂપિયા આપી ખાતુ ખોલાવી શકો છો. ત્યારે એક લાખ રૂપિયાથી વધારે રકમથી ખાતુ ખોલાવવા માટે તમારે ચેક આપવો પડશે.

SCSSના મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષની છે, પરંતુ જો રોકાણકાર ઇચ્છે તો તેની સમય મર્યાદા વધારી શકે છે. ઇન્ડિયા પોસ્ટ વેબસાઇટ અનુસાર, તમે મેચ્યોરિટી બાદ આ સ્કીમ 3 વર્ષ માટે વધારી શકો છો. આ સમય મર્યાદા વધારવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં જઇને એપ્લિકેશન આપવાની રહેશે.

(4:44 pm IST)