Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઉધ્ધવ ઠાકરેનો આજે જન્મદિવસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના કાર્યકારી અધ્યક્ષઃ કુદરતી આફત વચ્ચે અનુભવી અને દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી તરીકે સાબીત થઈ રહ્યા છે

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપીઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તથા શિવસેના ના કાર્યકારી અધ્યક્ષ શ્રી ઉદ્ઘવ ઠાકરે નો આજે જન્મદિવસ છે. ઉધ્ધવ ઠાકરે નો જન્મ ૨૭મી જુલાઈ ૧૯૬૦ના રોજ જન્મ..પિતાનંુ નામ બાલ ઠાકરે અને માતાનું નામ મીના ઠાકરે. શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેના સૌથી મોટા પુત્ર બિંદુ માધવ ત્યારે બાદ બીજા નંબર ના પુત્ર જયદેવ અને સૌથી નાનો પુત્ર એટલે ઉધ્ધવ.

 તેમનું  પ્રાથમિક શિક્ષણ નો આરંભ મુંબઈ ની બાલમોહન વિદ્યામંદિર થી થયો ત્યાર બાદ જે.જે. સ્કુલ ઓફ આર્ટસ માં થી શિક્ષણ પૂરૃં કર્યું.

 ઉધ્ધવને અભ્યાસ કરતા ફોટોગ્રાફી સહીતની કલાઓમાં વધુ રૂચી હતી તેમણે રાજનીતિમાં કે પોતાના પક્ષમાં વધુ રસના હતો. પરંતુ તેમણેના છુટકે રાજકીય આલમ માં આવવું પડ્યું કારણ કે તેમના માતાની ઈચ્છા હતી કે એમનો એક દીકરો બાલાસાહેબનો સાથ આપે અને પક્ષને આગળ વધારે માતાએ ઉધ્ધવને આ વાત કરી અને તેમણે માતાની આજ્ઞા માની પક્ષ માં રસ લેવાનું શરૂ કર્યું ત્યારે તેમની ઉંમર ૩૪ વષ હતી.

એકાદ વર્ષમાં તો ઉધ્ધવ ઠાકરે બધું અને બધાને સમજવા લાગ્યા બાલાસાહેબ ઠાકરેએ પણ તમામ કાર્યકર્તાઓને જેતે કામો માટે એમની પાસે મોકલવા લાગ્યા અને ઉધ્ધવે આ મોકો છોડ્યો નહિ, ૧૯૯૭ની બોમ્બે મ્યુંન્સીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર મામલે તેમને પિત્રાઈ ભાઈ રાજ ઠાકરે સાથે ખટરાગ પણ થયો જોકે અહી ઉધ્ધવ નુજ ચાલતા પક્ષમાં એમનું વજન વધ્યું.

ત્યાર બાદ ૨૦૦૨ ની બોમ્બે મ્યુંન્સીપલ કોર્પોરેશનની ચૂંટણી આવી ત્યારે પણ ઉમ્મેદવાર મામલે રાજ ઠાકરે સાથે ખેંચતાણ ચાલી આ વેળાએ પણ ઉધ્ધવનંુ જ ધાર્યું થયું જોકે તેમણે મુકેલા ઉમ્મેદવારો તેમની કસોટી માં ખરા ઉતર્યા અને ઉધ્ધવે શિવ સેના ને ભવ્ય જીત પણ અપાવી.

૨૦૦૩ના વર્ષમાં મહાબળેશ્વર ખાતે શિવસેનાના અધિવેશન માં પાર્ટી ના કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમની નામની જાહેરાત ખુદ રાજ ઠાકરેએ કરવી પડી સમય આગળ ધપતો ગયો અને ઉધ્ધવની પક્ષ ઉપર પકડ પણ વધતી ગઈ તો ૨૦૦૪માં શિવસેનાના અધ્યક્ષ તરીકે ઉધ્ધવ ઠાકરેના નામની જાહેરાત થઇ.

 બસ ત્યાર પછી તો ઉદ્ઘવ ઠાકરેએ રાજકીય આલમની સફરમાં પાછુ વાડીને જોયુંજ નથી એક પછી એક રાજ ઠાકરે..નારાયણ રાણે..સ્મિતા ઠાકરેને તેઓ કટ ટુ સાઈઝ કરતા ગયા ૨૦૦૫ના વર્ષ માં નારાયણ રાણે ને શિવસેના થી બહાર કાઢયા તો ૨૦૦૬ના વર્ષમાં સ્તિથી જોઈ રાજ ઠાકરેએ પણ શિવસેના છોડી 'મહારાષ્ટ્ર નવનિર્માણ સેના'' એમ એન એસની સ્થાપના કરી..આમ ત્રણ ધુરંધર નેતાઓ પક્ષ છોડી જતા રહ્યા બાદ શિવસેના માં બચ્યા માત્ર ઉદ્ઘવ આ વેળાએ રાજકીય પંડિતોને લાગ્યું હતું કે હવે શિવસેના ડૂબી જશે પરંતુ ઉદ્ઘવે વિપરીત સ્તિથીમાં પણ ૨૦૦૭ ની બોમ્બે મ્યુંન્સીપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી.

જોકે ત્યાર બાદ ઉધ્ધવ માટે થોડો કપરો સમય આવ્યો ૨૦૦૯ ની વિધાન સભાની ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટીની ૧૩ સીટ સામે ઉદ્ઘવે શિવસેનાને માત્ર ૪૫ સીટ જ અપાવી અને વિપક્ષનું પદ પણ ખોવાનો વારો આવ્યો ૨૦૧૨ ના વર્ષમાં બાલાસાહેબ ઠાકરેનું અવસાન થયું આ સમય દરમ્યાન જ નરેન્દ્ર ભાઈ ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર તરીકે સામે આવ્યા જાણે ઉધ્ધવે સ્તિથી ને સમજી અને બીજેપી સાથે દોસ્તી કરી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ તેના ઈતિહાસમાં સૌથી વધુ ૧૯ સીટ મેળવી ઈતિહાસ સજર્યો.

પરંતુ કહેવાય છે ને રાજકીય આલમમાં કોઈ કોઈનું કાયમી મિત્ર નથી હોતું કે નથી કાયમી શત્રુ હોતું માત્ર ૫ વર્ષમાં જ રૂખ બદલાયો ૨૪ ઓકટોબર ૨૦૧૯ના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવતાજ ઉધ્ધવે ભાજપ સામે ૫૦-૫૦ની શરત મૂકી અને ભાજપ સાથેની ૩૦ વર્ષની દોસ્તી તૂટી અંધાર્યા વણાંક સાથે શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીના ટેકા સાથે સરકાર બનાવી ..૨૮ નવેમ્બર ૨૦૧૯ના રોજ મહારાષ્ટના મુખ્યંત્રી તરીકે શપથ લઈ પિતા બાલાસાહેબ ઠાકરેનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

મુખ્યમંત્રી બન્યા બાદ પણ કસોટી આપતા જ ગયા એક બાજુ રાજકીય ખેંચતાણનો પડકાર તો બીજી બાજુ કોરોના જેવી કુદરતી આફત ...પરંતુ ઉધ્ધવ એક અનુભવી અને દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી સાબિત થઈ રહ્યા છે.

 આજે એટલે કે ૨૭ મી જુલાઈ ૨૦૨૦ના રોજ શ્રી ઉધ્ધવ ઠાકરે પોતાની યશસ્વી કારકિર્દી ના ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

(12:58 pm IST)