Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સોના- ચાંદીમાં અફરાતફરી

સોનુ ૫૪,૦૦૦ ને પારઃ વાયદામાં ચાંદી ૬૫,૦૦૦ની સપાટીએ પહોંચીઃ હાજરમાં ૩૦૦૦ નીચા !!

સોના- ચાંદીના વાયદા અને હાજર ભાવમાં સામસામા રાહઃ વાયદાથી સોનામાં ૨૦૦૦ ઊંચા તો ચાંદીમાં ૩૦૦૦ની ડિસ્પેરિટી

રાજકોટઃ સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવાઈ રહી છે સોનામાં ૯૦૦ રૂપિયાનો જંગી વધારો થતા ભાવ ૫૪ હજારને પાર પહોંચ્યો છે જયારે ચાંદીના ભાવે ૬૫ હજારની સપાટી કુદાવી છે જોકે વાયદા બજાર અને હાજર ભાવ વચ્ચે અંતર વધ્યું છે સોનામાં વાયદાથી હાજર ભાવ અંદાજે ૨ હજાર ઊંચા બોલાય છે જયારે ચાંદીમાં વાયદાની તુલનાએ ૩૦૦૦ની ડિસ્પેરિટી જોવાઈ રહી છે.

 સોનામાં આજે ઉઘડતામાં જ સોનામાં દસ ગ્રામે રૂ.૬૦૦ થી વધુ તથા ચાંદીમાં ૩૩૦૦ નો ભાવ વધારો થયો હતો.

કોમોડીટી એકસચેંજમાં સોનુ ૫૧૯૦૦ હતું ઉંચકાયું હતું. હાજરમાં ૫૪૦૦૦ ના માર્ગે હતું. ચાંદી ૩૦૦૦ થી વધુ ઉંચકાઈને ૬૪૬૦૦ ની નજીક હતી. બપોરે ૧ વાગ્યે આ લખાઈ છે ત્યારે એમસીએકસમાં સોનાનો ભાવ કરતા હાજર ભાવ ઊંચો બોળાઈને ૫૪ હજારની સપાટી કુદાવી ૫૪૦૭૦ ( બિલમાં ) સુધી પહોંચ્યો છે વગરમાં ૫૩૭૭૦ અને પાટલીના ભાવ ૫૩૬૦૦ જોવાય હતા.  બીજીતરફ ચાંદીમાં વાયદામાં ૬૬૪૭૦૦ની સપાટી જોવાઈ હતી જોકે બજારમાં હાજરભાવ ૬૨૩૦૦ સુધી જોવાઈ રહયો હતો.

(3:15 pm IST)