Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

હવે ચીન ઉપર ભારતની બીજી ડિજિટલ સ્ટ્રાઇક : વધુ 47 એપ ઉપર બાન : આ અગાઉ 59 એપ ઉપર બાન મૂકી દીધેલો છે : આગામી દિવસોમાં પબજી સહીત 275 એપ્સ ઉપર બાનની તૈયારી

ન્યુદિલ્હી : ભારત સરકારે ચીનની શાન ઠેકાણે લાવવા માટે બીજી ડિજિટલ સ્ટ્રાઇક કરી છે.જે મુજબ ચીનની વધુ  47 એપ ઉપર બાન મૂકી દીધો છે.
આ અગાઉ 59 એપ ઉપર બાન મૂકી દીધા પછીનું આ બીજું પગલું છે. જેના ઉપર યુઝર્સની ડેટા ચોરીનો આરોપ હતો. અને હવે જેના ઉપર બાન મુકવામાં આવ્યો છે તે 47 એપ અગાઉની 59 એપનું ક્લોનિંગ હતું એટલેકે બાન કરાયેલી એપ્સ બીજા નામે અને બીજા સ્વરૂપે પેશ કરાઈ હતી.
શક્ય છે કે આગામી દિવસોમાં પબજી સહીત ચીનની 275   એપ ઉપર બાન આવી શકે.
ઉલ્લેખનીય છે કે ગાલવાન ઘાટીમાં ચીનના આક્રમણ પછીનું ભારત સરકારનું આ બીજું પગલું છે.

 

(12:32 pm IST)