Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ચીનની ચાલબાજીનો જવાબ આપવા

ભારતે હવે તૈનાત કરી મિસાઇલથી સજ્જ T-90 ટેન્ક

સૈનિકોને લઇ જનારી બખ્તરબંધ ગાડીઓ અને ૪ હજાર સૈનિકોની ફુલ બ્રિગેડ પણ દૌલત બેગ ઓલ્ડી ખાતે તૈનાત કરવામાં આવ્યા

નવી દિલ્હી તા. ૨૭ : ચીની સેના  ભારતના પૂર્વ લદાખની ગલવાન ઘાટી સહિત અનેક વિસ્તારોથી પાછળ હટવા મજૂબર તો થઈ ગઈ, પરંતુ હવે એકસાઈ ચિનમાં લગભગ ૫૦ હજાર PLA સૈનિક તૈનાત કરી દેવામાં આવ્યા છે. એવામાં ચીનની નવી ચાલબાજીનો યોગ્ય જવાબ આપવા માટે ભારતે પણ તૈયારી કરી દીધી છે. ભારતે પહેલીવાર મિસાઇલ ફાયર કરનારી T-90 ટેન્કસનું સ્કવોડ્રન (૧૨) કારોકારમમાં તૈનાત કર્યા છે. સૈનિકોને લઈ જનારી બખ્તરબંધ ગાડીઓ અને ૪ હજાર સૈનિકોની ફુલ બ્રિગેડ પણ દૌલત બેગ ઓલ્ડી (DBO) પર તૈનાત કરવામાં આવ્યા છે.

આ મામલા સાથે જોડાયેલા ટોપ સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે. દૌલત બેગ ઓલ્ડી (Daulat Beg Oldi)માં ભારતની છેલ્લી આઉટપોસ્ટ ૧૬ હજાર ફુટની ઊંચાઈ પર છે, જે કારાકોરામ પાસની દક્ષિણમાં અને ચિપ-ચાપ નદીના કિનારે છે. તે ગલવાન શ્યોક સંગમના ઉત્ત્।રમાં આવેલું છે. દરબુક-શ્યોક-ડીબીઓ રોડ પર અનેક પુલ ૪૬ ટન વજનવાળી ટેન્કનો ભાર નહીં સહન કરી શકે. જેથી ભારતીય સેનાએ ગલવાન ઘાટી હિંસા બાદ વિશેષ ઉપકરણો દ્વારા તેને નદી-નાળાને પાર મોકલી છે.

રિપોર્ટ મુજબ, પેટ્રોલિંગ પોઇન્ટ્સ ૧૪, ૧૫, ૧૬, ૧૭ અને પૈંગોગ ત્સો ફિંગર વિસ્તારમાં ચીનની એકિટવિટી બાદ સેનાએ આર્મર્ડ પર્સનલ કેરિયર્સ (APCS) કે ઇન્ફેન્ટરી કોમ્બેટ વીઇકલ્સ (પગપાળા સેનાનો સામનો કરનારા વાહન), M777 155mm હોવિત્ઝર અને 130 mm ગન્સને પહેલા જ DBO મોકલી દીધા હતા.

એક સૈન્ય કમાન્ડર્સ મુજબ, આ ગતિવિધિ PLAના આક્રમકતાના મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વ લદાખમાં ૧૧૪૭ કિલોમીટર લાંબી સીમા પર ભારતીય સેનાની સાથે સંઘર્ષવાળા સ્થાનોને ખાલી કરવાના હતા, જેથી તે ૧૯૬૦ના નકશાને લાગુ કરવાનો દાવો કરી શકે, પરંતુ આ પ્રયાસને ૧૬ બિહાર રેજિમેન્ટના જાંબાજોએ ૧૫ જૂને નિષ્ફળ કરી દીધું.

(10:16 am IST)