Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હીમાં હિંસા:અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ : 18 લોકો સામે ગુન્હો દાખલ અફવા ન ફેલાવવા અપીલ

પોલીસ તરફથી મદદ અને જાણકારી માટે 011-22829334 અને 011-22829335 નંબર પણ જાહેર કર્યો

 

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદાને લઈ નોર્થ ઈસ્ટ દિલ્હીમાં ભડકેલી હિંસાને ધ્યાને રાખી દિલ્હી પોલીસે બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરંસનું આયોજન કર્યું હતું. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું હતું કે, પરિસ્થિતી હાલ નિયંત્રણ હેઠળ છે. અને આજે કોઈ એવી દુર્ઘટના ઘટી નથી.

એમ એસ રંધાવાએ જણાવ્યું હતું કે, મામલે અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ કરાઈ છે. જેમના પર 18 FIR દાખલ કરવામાં આવી છે. તમામ પર સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી થઈ રહી છે. પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો તૈનાત છે. ડ્રોન કેમેરા દ્વારા તમામ વિસ્તારોમાં નજર રખાઈ છે. જે લોકોની છત પર પથ્થર જોવા મળ્યા છે, તમામ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસ તરફથી મદદ અને જાણકારી માટે 011-22829334 અને 011-22829335 નંબર પણ જાહેર કર્યો છે. રંધાવાએ જનતા પાસે અપીલ કરતા જણાવ્યુ હતું કે, અફવાઓ પર ધ્યાન આપો. સ્થિતી હાલ નિયંત્રણ હેઠળ છે

(11:00 pm IST)