Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગુજરાત બજેટ ફાળવણી....

પ્રવાસન માટે ૪૮૦ કરોડની જોગવાઈ કરાઈ

અમદાવાદ, તા. ૨૬ : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના પ્રથમ દિવસે આજે નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું જેમાં વિવિધ જાહેરાતો કરવામાં આવી હતી. બજેટમાં જુદા જુદા ક્ષેત્રો માટે કરાયેલી ફાળવણી નીચે મુજબ છે.

*      ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે રૂ.૧૩૯૧૭ કરોડ

*      બંદર વાહન વ્યવહાર માટે રૂ.૧૩૯૭ કરોડ

*      કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ.૭૪૨૩ કરોડની જોગવાઈ

*      માનવ કલ્યાણ યોજના નાના અને નબળા વર્ગ માટે રૂ.૪૮ કરોડ

*      વાજપાયી બેંકેબલ યોજના માટે રૂ.૪૧૧ કરોડ

*      પ્રવાસન રૂ.૪૮૦ કરોડની જોગવાઈ

*      માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કેસમાં ૫૦ હજારની જગ્યાએ ૧ લાખનું વીમા કવચ

*      જળસંપતિ વિભાગ માટે રૂ.૭૨૨૦ કરોડની જોગવાઈ

*      શિક્ષણ વિભાગ માટે રૂ.૩૧૯૫૫ કરોડની જોગવાઈ

*      આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ.૧૧૨૪૩ કરોડની જોગવાઈ

*      સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે રૂ.૪૩૨૧ કરોડની જોગવાઈ

*      આદિ જાતિ વિકાસ વિભાગ માટે રૂ.૨૬૭૫ કરોડની જોગવાઈ

*      સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂ.૩૮૭ કરોડની જોગવાઇ

*      પવિત્ર યાત્રાધામ માટે રૂ.૧૪૭ કરોડની ફાળવણી

*      શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ.૧૩ ૪૪૦ કરોડની જોગવાઈ

*      શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.૧૪૬૧ કરોડની જોગવાઈ

*      કૃષ્ણ નગરી દ્વારકાનો વિકાસ રૂ.૯૬૨ કરોડ

*      માર્ગ મકાન વિભાગ માટે રૂ.૧૦૨૦૦ કરોડની જોગવાઈ

*      સૂપોષણ ગુજરાત માટે રૂ. ૨૦૦૦ કરોડ

*      બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂ.૧૩૯૭ કરોડની જોગવાઈ

*      ઉર્જા અને પેટ્રો કેમિકેલ વિભાગ માટે રૂ.૧૩૯૧૭ કરોડની જોગવાઈ

*      રાજપીપળા, અમરેલી,કેશોદ, મહેસાણા એરપોર્ટ ડેવલોપમેન્ટ માટે રૂ.૨૫ કરોડ

*      રાજ્યની ૫૦૦ શાળાને સ્કૂલ ઓફ એક્સઅલેન્સ બનાવા રૂ. ૨૫૦ કરોડની જોગવાઈ

*      વન પર્યાવરણ વિભાગ રૂ.૧૭૮૧ કરોડની જોગવાઈ

*      વન રક્ષણ અને સંવર્ધન માટે રૂ.૨૮૧ કરોડ

*      સર્પ સંશોધન કેન્દ્ર ધરમપુરના વેળાવદર ખડમોર પક્ષી સંવર્ધન

*      ગૃહ વિભાગ માટે રૂ.૭૫૦૩ કરોડ

*      વિશ્વાસ પ્રોજેક્ટ માટે સીસીટીવી રૂ.૧૧૧ કરોડ

*      પોલીસ આવાસ માટે રૂ. ૨૮૮ કરોડ

*      અન્ન અને નાગરિક પુરવઠા માટે રૂ. ૧૨૭૧ કરોડ

*      ૧૪૦ નવા સબ સ્ટેશન બનાવશે, એક લાખ ખેડૂતોને વીજ જોડાણ આપવા રૂ. ૧૪૮૯ કરોડ

*      વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ. ૪૯૭ કરોડ

*      રાજ્યની દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઈબરથી જોડાશે

*      રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. ૫૬૦ કરોડ

*      જેટકોના સબ સ્ટેશન નજીક સરકારી જમીન પર સોલર પ્લાન નાખી ૨૫૦૦ મેગા વોટ વીજ ઉત્પાદન રૂ. ૪૪૯ કરોડ

*      માહિતી પ્રસારણ માટે રૂ.૧૬૯ કરોડ

*      કાયદા વિભાગ માટે રૂ.૧૬૮૧ કરોડ

*      પાવર જનરેશન યુનિટના આધુનિક બનાવવા રૂ.૧૫૦ કરોડ

*      સામાન્ય વહીવટ રૂ.૧૭૬૬ કરોડ

*      અલંગ શિપ બ્રકિંગ યાર્ડ આધુનિકીકરણ માટે રૂ.૭૧૫ કરોડ

*      પાંજરાપોળને અપડેટ કરવાં માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઈ

(8:01 pm IST)