Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

અમદાવાદ-રાજકોટ ૬ માર્ગીય કરવા રૂ. ર૮૯૩ કરોડના ખર્ચે કામ ગતિમાં

ગાંધીનગર તા. ર૬ :.. અમદાવાદ-બગોદરા-રાજકોટના ર૦૧ કિલો મીટર રસ્તાને રૂ. ર૮૯૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

સરખેજ-ગાંધીનગર હાઇવેને રૂ. ૮૬૭ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પ્રગતિમાં છે.

ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો રૂ. ૩પર કરોડ અને થરાદ-ધાનેરા-પાથાવાડા રસ્તો રૂ. ૪૬૪ કરોડના ખર્ચે પેવ્ડ સોલ્ડર સહિત દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

એક લાખ ટ્રેન વ્હીકલ યુનિટથી વધુ ટ્રાફીક હોય તેવા રેલ્વે ક્રોસિંગ ઉપર રેલ્વે અને રાજય સરકારની ભાગીદારીથી ઓવરબ્રીજ બાંધવાની કામગીરી પ્રગીતમાં છે.

છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના અન્વયે ૩૧ રેલવે ઓવરબ્રીજ રૂ. ૭૭૪ કરોડના ખર્ચે પુર્ણ કરેલ છે.

ડી. એફ. સી. સી. રૂટ સહિત રેલવે ક્રોસિંગ ઉપર ૭ર ઓવરબ્રીજના કામો પ્રગતિ હેઠળ છે.

રૂ. ૩૪૦૦ કરોડના ખર્ચે નવીન ૬૮ રેલવે ઓવરબ્રીજ મંજૂર કરવામાં આવેલ ે.

પ તાલુકા સેવા સદનો, ૧૮ વિશ્રામ ગૃહો કે અતિથી ગૃહો તેમજ અન્ય વિભાગના ર૪પ કામો રૂ. રપ૩૪ કરોડના ખર્ચે હાથ ધરેલ છે.

(4:45 pm IST)