Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગરીબોને મકાન ખરીદવા ૧ લાખની સહાય,પ્લાસ્ટિક મુકત ગુજરાત માટે યોજના

કચરો વીણતા શ્રમજીવીઓ માટે બજેટમાં પ૬ કરોડની સહાય

ગાંધીનગર તા. ર૬: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને સ્વચ્છ બનાવી નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પુરૃં પાડવા માટે રૂ. ર૦૦ કરોડની જોગવાઇ.

રેલવે ફાટકો પર ઓવરબ્રીજ અથવા અન્ડરબ્રીજ બનાવવા રૂ. ર૦૦ કરોડની જોગવાઇ.

અમારી સરકારનું ધ્યેય સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુકત ગુજરાત બનાવવાનું છે. જેના ભાગરૂપે સ્વચ્છતાની કામગરી સાથે જોડાયેલ શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ. પ૬ કરોડની જોગવાઇ.

ર૦રર સુધીમાં સૌને ઘર પૂરા પાડવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસો મંજૂર કરવામાં આવેલ છે. જે માટે રૂ. ૮૩૦ કરોડની જોગવાઇ.

આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકોને શહેરી વિસ્તારોમાં રૂપિયા પંદર લાખની મર્યાદામાં આવાસની ખરીદીમાં રાજય સરકાર તરફથી રૂપિયા એક લાખની સહાય આપવા રૂ. પ૦ કરોડની જોગવાઇ.

ડાયમંડ સિટી સુરતના મેટ્રો રેલ પ્રોજેકટને કેન્દ્ર સરકારની મંજૂરી મળેલ છે. આ પ્રોજેકટની શરૂઆત કરવા માટે તેમજ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કામગીરી આગળ ધપાવવા માટે રૂ. ૪૦૬ કરોડની જોગવાઇ.

ફાયર સ્ટેશનો ખાતે આધુનિક સાધનો વસાવવા રૂ. ૧૦૬ કરોડની જોગવાઇ.

ગિફટ સિટી

ગિફટ સિટી ખાતે ૧૩ બેન્ક, ૧૯ વીમા કંપનીઓ, પ૦ થી વધુ કેપીટલ માર્કેટ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બે અક્ષચેન્જની નાણાંકીય પ્રવૃતિઓને કારણે તે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફાયનાન્શિયલ હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. ગિફટ સિટીમાં છેલ્લા વર્ષમાં અંદાજે ૬૦૦ બિલીયન યુ. એસ. ડોલરનું ટ્રેડીંગ થયું છે. ગિફટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એકસચેન્જની સ્થાપના થતાં મોટા પાયે રોજગારીનું નિર્માણ થશે. ગિફટ સિટી માટે શેરમૂડી ફાળા પેટે રૂ. ર૦૦ કરોડની જોગવાઇ.

શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. ૧૪૬૧ કરોડની જોગવાઇ

સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજયની રોજગાર કચેરીઓ મારફત કુલ ૧૭,૮૬,૭૯૭ યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવેલ છે. વૈશ્વિક કક્ષાના તેમજ ઉદ્યોગોની માંગ આધારિત કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદ, ગાંધીનગર ખાતે ર૦ એકરમાં પીપીપી ધોરણે ટાટા ગૃપના સહકારથી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલ્સનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી રાજયના યુવાનો માટે રોજગારીની તકો વધશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત એક લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે રૂ. ૯ર કરોડની જોગવાઇ. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાઓના માધ્યમથી ૭૦ હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે રૂ. પ૦ કરોડની જોગવાઇ.

(4:40 pm IST)