Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સિંહ દર્શન માટે આંબરડી લાયન સફારી પાર્ક વિકસાવાશેઃ ગિરનાર રોપ વે માટે ૧૩૦ કરોડ

ગાંધીનગર, તા. ૨૬ :. રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઉત્પન્ન થઈ છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે કુલ રૂ. ૪૮૦ કરોડની જોગવાઈ.

- ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઈ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ. ૫ કરોડની જોગવાઈ.

- પ્રવાસન નીતિ અંતર્ગત ૩૮૩ જેટલા પ્રોજેકટ હેઠળ રૂ. ૧૨,૦૦૦ કરોડનું રોકાણ થનાર છે. જે પૈકી ૧૯૭ પ્રોજેકટ ચાલુ થયેલ છે અને ૧૯૦૦૦ લોકોને રોજગારી મળી છે જે માટે રૂ. ૬૦ કરોડની જોગવાઈ.

- બોર્ડર ટુરીઝમના વિકાસ મારફતે નવી પેઢીમાં દેશભકિતની ભાવના બળવત્તર બનાવવા નડાબેટ સીમા દર્શન પ્રોજેકટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂ. ૩૫ કરોડની જોગવાઈ.

- બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાતે આવનાર પ્રવાસીઓને સંખ્યાને ધ્યાને લઈ તેના વધુ વિકાસ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ.

- શુકલ તીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂ. ૨૩ કરોડ ફાળવવામાં આવેલ છે. જેમા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫ કરોડ ઉમેરીને આ સ્થળોનો વિકાસ કરવામાં આવશે.

- સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ. ૫ કરોડની જોગવાઈ.

- વેળાવદર ખાતે કાળીયાર અભ્યારણ્યનો વિકાસ કરવા માટે રૂ. ૩ કરોડની જોગવાઈ.

- ઙ્ગપ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે વધુમાં વધુ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા ૪૫૦૦ જેટલા સ્થાનિક યુવાનોને વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવા રૂ. ૨૦ કરોડની જોગવાઈ.

- જૂનાગઢ ઉપરકોટ, ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ.

- પ્રસિદ્ધ હેરીટેજ શહેર વડનગરનો ભારત સરકારના સંયુકત પ્રયાસથી અંદાજિત રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહેલ છે.

- કોસ્ટલ ટુરીઝમ અંતર્ગત શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ. ૧૫૦ કરોડના કામો પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવેલ છે.

- ગિરનાર ક્ષેત્રના વિકાસ અને ગિરનાર રોપ-વેની કામગીરી પીપીપીના ધોરણે વિકસાવવા માટે રૂ. ૧૩૦ કરોડના કામો હાથ ધરવામાં આવેલ છે.

(4:19 pm IST)