Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પત્રકારોને મૃત્યુ વખતે ૫ લાખ સહાય

પ્રતિભાશાળી ખેલાડીઓ માટે શકિતદૂત યોજનાઃ યોગ માટે ૨ કરોડ

ગાંધીનગર, તા.૨૬: રાજયના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની શકિતદૂત યોજના અંતર્ગત રૂ.૬ કરોડની જોગવાઇ.

* ગ્રામ્ય વિસ્તારમાં રમત ગમતના વિકાસ માટે માળખાકિય સુવિધાઓ વિકસાવવા, રમત પ્રત્યે અભિરૂચિ વધારવા તેમજ જામનગર ખાતે સ્પોર્ટસ મ્યુઝિયમ બનાવવા માટે રૂ.પ કરોડની જોગવાઇ.

ગુજરાતની કલા અને સંસ્કૃતિના યોગ્ય જતન અને સંવર્ધન હેતુ કલા મહાકુંભ માટે રૂ.૯ કરોડની જોગવાઇ.

 * નૃત્ય, સંગીત, નાટકના અભ્યાસ અને સંશોધનને ઉત્તેજન પુરૂ પાડવા વડનગર ખાતે તાનારીરી પફોર્મિગ આર્ટ કોલેજની સ્થાપના કરવા રૂ.૧ કરોડની જોગવાઇ.

* યોગના પ્રચાર પ્રસાર માટે રૂ.૨ કરોડની જોગવાઇ.

* માન્યતા ધરાવતા પત્રકારોને અકસ્માતે અવસાનના કેસમાં રૂપિયા પાંચ લાખ અને કુદરતી અવસાનના કેસમાં રૂપિયા પચાસ હજારનું વીમા કવચ આપવામાં આવે છે. હવે, કુદરતી અવસાનના કિસ્સામાં રૂપિયા એક લાખનું વીમા કવચ પુરૂ પાડવામાં આવશે.

* કોર્ટના નવા મકાનોના બાંધકામ, કોર્ટમાં આધુનિક સુવિધાઓ વિકસાવવા અને સ્ટાફ કર્વાટર્સ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના વેલ્ફેર માટે અનુદાન આપવા રૂ.પ કરોડની જોગવાઇ.

(4:11 pm IST)