Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જમ્મુ- શ્રીનગર હાઈવે ઉપર શંકાસ્પદ બેગ મળતા ખળભળાટ

નેશનલ હાઈવે ત્રણ કલાક બંધ રખાયો

બનિહાલઃ જમ્મુ- શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર ગઈકાલે એક શંકાસ્પદ બેગ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યાર બાદ જમ્મુ- કાશ્મીરના રામબન જીલ્લામાં લગભગ ત્રણ કલાક ટ્રાફીક બંધ કરાયેલ. અધિકારીઓના જણાવ્યા મુજબ બેગમાં દારૂની બોટલો હતી. જીલ્લાના ચરીલ પટ્ટીમાં એક જગ્યાએ લોકોએ બેગ જોતા સેના અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈ વાહનવ્યવહાર બંધ કરાવેલ. જો કે ત્રણ કલાક બાદ વાહનવ્યવહાર ફરી શરૂ કરી દેવાયેલ.

(5:14 pm IST)