Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હીની હિંસા માટે પીએમ મોદી અને અમિત શાહ જવાબદાર :ગૃહમંત્રી રાજીનામું આપે: સોનિયા ગાંધી

દિલ્હીની હાલત ચિંતાજનક :ષડયંત્રના ભાગરૂપે બીજેપી નેતાઓએ ભડકાઉ ભાષણ કર્યા

નવી દિલ્હી : દિલ્હી હિંસાને લઇનો કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ  હતી જેમાં કોગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી. મહા સચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હાજક રહ્યાં હતા. આ બેઠકમાં દિલ્હી હિંસામાં મોતને ભેટનારને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે કોંગ્રેસના નેતા અને કાર્યકરો કોંગ્રેસ મુખ્યાલય 24 અકબર રોડથી રાષ્ટ્રપતિ ભવન સુધી શાંતિ માર્ચ કાઢશે. તમામ સાંસદોને કોંગ્રેસ મુખ્યાલય પહોચવા આદેશ કરાયો છે. આ માર્ચમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે.

  બેઠક બાદ સોનિયા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે દિલ્હીની હાલત ચિંતાજનક છે. એક ષડયંત્રના ભાગરૂપે બીજેપી નેતાઓ ભડકાઉ ભાષણ કરી રહ્યાં છે. ચૂંટણી સમયે પણ નફરત ફેલાવાઇ છે. દિલ્હીની હાલની હાલાત માટે પ્રધાનમંત્રી મોદી અને શાહ જવાબદાર છે. ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.

 કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સવાલો કર્યા છે કે રવિવારે ગૃહમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યાં હતા. હિંસાવાળા વિસ્તારમાં કેટલી પોલીસ તૈનાત કરાઈ હતી. બગડેલા માહોલ બાદ પણ સેનાને હિંસાગ્રસ્ત એરિયા કેમ સોંપાતો નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં શું કરી રહ્યાં છે.

(1:42 pm IST)