Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

૩૦ની ધરપકડ : કેજરીવાલની શાંતિની અપીલ

દિલ્હી હિંસા અડધી રાતે કેજરીવાલના ઘરનો ઘેરાવો કરતા વિદ્યાર્થીઓ પર વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો

નવી દિલ્હી તા. ૨૬ : સીએએ અંગે દિલ્હીના ઉત્તર પૂર્વી દિલ્હીના વિસ્તારોમાં થયેલા હિંસક પ્રદર્શન વચ્ચે ગઇકાલે મોડી રાતે જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થી અને કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી કેજરીવાલના ઘરનો ઘેરાવો કર્યો. મોડી રાતે મુખ્યમંત્રી કેજરીવાલના ઘરની બહાર દેખાવો કરી રહેલા અંદાજે ૩૦ વિદ્યાર્થીની સિવિલ લાઇન્સ પોલિસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી. જો કે એ લોકો દિલ્હી હિંસામાં સખ્ત કાર્યવાહી અને શાંતિ બહાલ કરવાની માંગ કરી રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલના ઘરે ઘેરાવ કરવાનું આહ્વાન જામિયા મિલિયા ઇસ્લામિયા ચલુમિની એસોસીએશન અને જામિયા કો-ઓર્ડીનેશન કમિટિએ કર્યું હતું. અડધીરાતે ૩.૩૦ વાગ્યે સીએમ આવાસની બહાર વીખેરવા માટે વોટર ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો.

કેજરીવાલના ઘરની બહાર દેખાવકારી છાત્રોએ ભેગા થઇને દિલ્હીમાં હિંસા માટે જવાબદાર લોકો વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી. આ દરમિયાન તે લોકોના મારા પણ લગાવ્યા. પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લઇને કેજરીવાલ સાથે સ્થાનીક વિધાયકોની વ્યકિતગત રૂપે હિંસાથી પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત કરીને અને તણાવને ઓછો કરવા માટે શાંતિ માર્ચનું આયોજન કરવા કહ્યું.

તેઓએ મુખ્યમંત્રીને દિલ્હી સરકાર દ્વારા ઉઠાવેલા પગલા વિશે નાગરિકોને સૂચિત કરવા અને દરેક બચાવ કાર્યોને પ્રભાવિત ક્ષેત્રોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની સંમતિનો આગ્રહ કર્યો.

(1:06 pm IST)