Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

એલિવેટિડ એકસપ્રેસ-વે બનાવ્યા પછી ફકત અઢી કલાકમાં જ દિલ્હીથી દેહરાદૂન પહોંચાશે

દેહરાદૂન તા. ૨૬ : દેશની રાજધાની નવી દિલ્હીથી ઉત્ત્।રાખંડની રાજધાની દેહરાદૂન હવે માત્ર અઢી કલાકની દૂરી પર રહી જશે. ભારત સરકારે સહારનપુર અને બાગપતથી થઈને દિલ્હી અને દેહરાદૂન વચ્ચે એલિવેટિડ એકસપ્રેસ-વે બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટીના ચેરમેન એસએસ સંધુએ ઉત્ત્।રાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે મુલાકાત કરી જાણકારી આપી.

દેહરાદૂન-દિલ્હી એલિવેટેડ એકસપ્રેસ-વે પર ખુશી બકત કરતાં ઉત્ત્।રાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે આ રાષ્ટ્રીય રાજમાર્ગ બની જતાં ઉત્ત્।રાખંડના પર્યટનને પ્રોતાહન મળશે અને રાજયના આર્થિક વિકાસમાં આ એકસપ્રેસ-વે મીલનો પથ્થર સાબિત થશે. અત્યારે દિલ્હીથી દેહરાદૂનનું અંતર ૨૬૮ કિલોમીટર છે અને રોડ માર્ગે જવામાં ૬થી ૭ કલાક લાગે છે. દેહરાદૂન-દિલ્હી એલિવેટેડ એકસપ્રેસ-વે બન્યા બાદ દિલ્ડીથી દેહરાદૂન વચ્ચે અંતર ૧૮૦ કિલોમીટર રહી જશે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ હેઠળ એલિવેટેડ રોડ અને મોહંડ પાસે એક નવી સુરંગ પ્રસ્તાવિત છે. એનએચએઆઇ ચેરમેને મુખ્ય પ્રધાન રાવતને જણાવ્યું કે દેહરાદૂન-દિલ્હી એલિવેટેડ એકસપ્રેસ-વેનો કેટલોક ભાગ ઉત્ત્।ર પ્રદેશના વન્યજીવ ક્ષેત્રથી થઈને પસાર થાય છે. એનએચએઆઇએ ઉત્ત્।ર પ્રદેશ સરકાર પાસે આ પ્રોજેકટ માટે મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે. યુપી સરકાર દ્વારા પર્યાવરણ સાથે જોડાવેલી મંજૂરી મળતાં જ આ રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણનો રસ્તો સાફ થઈ જશે.

(1:05 pm IST)