Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઉત્તર અને મધ્‍ય ભારત તરફ ૨૮-૨૯ ફેબ્રુઆરી પછી સંખ્‍યાબંધ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સીઝ આવી રહ્યા છે

જાણીતા વેધર નિષ્‍ણાંત નવદીપ દહીયા ટ્‍વીટર ઉપર લખે છે કે ફેબ્રુઆરી મહિનો એકાદ એકટીવ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ અને વરસાદી ઝાપટા વચ્‍ચે પ્રમાણમાં સૂકો રહ્યો છે. પરંતુ હવે ૨૮-૨૯ ફેબ્રુઆરી પછી સીરીઝ બંધ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ એક પછી એક આવી રહ્યા છે.

જે ઉત્તર અને મધ્‍ય ભારતમાં પહોંચી માર્ચના મધ્‍ય ભાગ સુધી કાર્યરત રહેશે. જેને પરિણામે બરફના કરા સહિત ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના અને ઉભા પાકને નુકશાન થવા સંભવ છે.

 

 

(12:10 pm IST)