Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

SBI કાર્ડના IPOની પ્રાઇસ બેન્ડ રૂ.૭૫૦-૭૫૫ નક્કી કરાઇઃ ઈશ્યુ ૨ માર્ચે ખૂલશે

મુંબઇ તા.૨૬: બીજા ક્રમના સૌથી મોટા કાર્ડ ઈશ્યુઅર એસબીઆઇ કાર્ડસ એન્ડ પેમેન્ટ સર્વિસીસ કે જે રૂ.૯,૦૦૦ કરોડના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ સાથે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહ્યુ છે. તેણે શેર સેલ માટેની પ્રાઇસ બેન્ડ રૂ.૭૫૦-૭૫૫ સેટ કરી છે.

આ આઇપીઓ આગામી બીજી માર્ચેના રોજ ખુલી રહ્યો છે. અને ચાર માર્ચના રોજ બંધ થશે તેમાં રૂ.૫૦૦ કરોડની કિંમતના નવા શેર્સ ઈશ્યૂ કરવામાં આવશે તથા એક ઓફર ફોર સેલ હશે જેમાં પ્રમોટર્સ લગભગ ૧૩ કરોડ શેરનું વેચાણ કરશે. પ્રમોટર્સ એસબીઆઇ અને કાર્લાઇલ જૂથ અનુક્રમે ૩.૭૩ કરોડ શેર્સ તથા ૯.૩૨ કરોડ શેર્સનું વેચાણ કરશે. એસબીઆઇેન્ક એસબીઆઇ કાર્ડમાં ૭૪ ટકા હિસ્સો ધરાવે છે. અને બાકીનો હિસ્સો કાર્લાઇલ જૂથ ધરાવે છે. અને તેઓ પોતાનો હિસ્સો અનુક્રમે ચાર ટકા અને ૧૦ ટકા ઘટાડશે. તેમ એસબીઆઇના મેનેજીંગ ડિરેકટર દિનેશ ખારાએ આઇપીઓ માટેના રોડ શોનો આરંભ કરતા પત્રકારોને જણાવ્યુ હતુ. ક્રેડિટ કાર્ડની સંખ્યાના સંદર્ભમાં જોઇએ તો એસબીઆઇ કાર્ડનો બજાર હિસ્સો ૧૦૮ ટકા છે. શુદ્ધપણે ક્રેડીટ કાર્ડ કંપનીની ડિસેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિક  ગાળા માટેની  કુલ બિનકાર્યક્ષમતા અસ્કયાતો અથવા કુલ એનપીએ ૨.૪૭ ટકા હતી જે માર્ચે ૨૦૧૯ના કવાર્ટર માટે ૨.૪૪ ટકા અને માર્ચ ૨૦૧૮ના કવાર્ટર માટે ૨.૮૩ ટકા હતી. તેમ તેમણે જણાવ્યુ હતુ.

એસબીઆઇ કાર્ડના મેનેજીંગ ડિરેકટર અને ચીફ એકિઝકયુટીવ હરદયાળ પ્રસાદે માર્ચ ૨૦૧૮માં ગ્રોસ એનપીએમાં વધારા માટે નોટબંધી બાદ નવા બજારોમાં  પ્રવેશને જવાબદાર ગણાવ્યુ હતુ પરંતુ તેણે ઈચ્છિત પરિણામ આપ્યુ ન હતુ. નોંધનીય છે કે ઓકટોબર ૧૯૯૮માં એસબીઆઇ કાર્ડ લોંચ કરવામાં આવ્યુ હતુ.

(11:33 am IST)