Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હીની હિંસાઃ સવાર સુધીની ઘટના

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાત્રે જાત તપાસ કરી : અરવિંદ કેજરીવાલના મકાનને રાત્રે ઘેરી લીધું : હાઇકોર્ટ જજે મધરાત્રે ૧ર વાગે ઘરે સુનાવણી કરી ડીસીપીને ફોન ઉપર આદેશ આપ્યા : તમામ મેટ્રો સ્ટેશન ખોલી નખાયા : રપ૦ ઘવાયા : એક ડઝનથી વધુ વિસ્તારોમાં ભારે ધુંધવાટ : શૂટ-એટ-સાઇટના હુકમો પછી તોફાનોને બ્રેક

* મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાનને મંગળવારે મધરાતે જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ અને કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓએ ઘેરાવ કરતા ૩૦ ની ધરપકડ થઇ છે. તેમને વિખેરવા વોટર કેનનો મારો ચલાવાયો છે. આ લોકો દિલ્હીની હિંસામાં સખ્ત કાર્યવાહી અને શાંતિ સ્થાપવા માગણી કરી રહ્યા હતાં.

* દિલ્હીની હિંસા બાબતે હાઇકોર્ટ જજના ઘરે અડધી રાત્રે સુનાવણીઃ જસ્ટીશ મુરલીધરે ઉત્તર પૂર્વ દિલ્હીની હિંસામાં ઘવાયેલાઓને મોટી હોસ્પિટલમાં સારવાર આપવાનો આદેશ કર્યો છે. રાત્રે ૧ર વાગે સુનાવણી કરી. જસ્ટીશ મુરલીધરે અડધી રાત્રે ડીસીપી સાથે ફોન ઉપર વાતચીત કરી આદેશ આપેલ.

* દિલ્હી મેટ્રોના તમામ રેલ્વે સ્ટેશનો ખોલી નખાયા છે. મેટ્રો-રેલની સેવા પૂર્વવત થઇ ગઇ ત્રણ દિવસથી દિલ્હીમાં હિંસા ભડકતા ઉત્તર-પૂર્વ દિલ્હીના અનેક મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયેલ. જાફરાબાદ, મૈજપૂર, બાબરપુર, ગોકુલપુરી સહિત અનેક મેટ્રોલ સ્ટેશન બંધ રખાતા હજારો લોકો હેરાન પરેશાન હતા. તમામ મેટ્રોના એન્ટ્રી-એકઝીટ ગેટ ખોલી નખાયા છે.

* દિલ્હી સતત સળગતી રહી છે રપ૦ થી વધુ ઘવાયા છે. ૧૩ મોત થયા છે ર દિવસ તોફાની ઓએ બેફામ હિંસા, લૂંટફાટ, આગજની આચરી લગભગ ૬૦ પોલીસ ઘવાયા છે.

* ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ, મૈાજપુર, બ્ર્હ્મપુરી, બાબરપુર, કર્દમપુરી, સુદામાપુરી, ઘોંડી ચોક, કરાવલ નગર, મુસ્તફાબાદ, ચાંદબાગ, નૂરે ઇલાહી, ભજનપુરા, ગોકુલપુરીમાં ભારે  તનાવઃ ૩ દિ થી અહિ બન્ને પક્ષ સામસામે સડકપર આવી જાય છે. પથ્થર મારો ફાયરીંગ કર્યા છે.

* નાગરિકતા સંશોધન એકટ વિરોધમાં દિલ્હીની હિંસામાં મૌજપુરમાં પિસ્તોલ તાંકી શાહરૂખ નામના યુવાન સામે લાઠી લઇને લોખંડી મનોબળ સાથે ઉભેલા પોલીસ કર્મચારી હવાલદાર  દીપક દહિયાની તસ્વીર ભારે વાયરલ થઇ છે. લોકો દીપકના વખાણ કરતા થાકતા નથી. દિપકે કહયું કે જો તે ડરીને પાછો હટત તો અનેક લોકોના જીવ જાત. માટે જ ડંડાના સહારે જ શાહરૂખનો સામનો કરવા આગળ વધેલ. મેટ્રો લાઇન પાસે ઉભેલા લોકોને તે હટાવી રહ્યો હતો ત્યારે સામેથી આ યુવાન હાથમાં પિસ્તોલ લહેરાવતો ફાયરીંગ કરતો આગળ વધી રહ્યો હતો. તેણે દીપકને ડરાવવા પ્રયાસ પણ કરેલ પણ તે અડગ રહેલ અને આ યુવાનને પાછો ધકેલ્યે રહેલ.

(11:27 am IST)