Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વિશ્વના ૩૦ સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં એકલા ભારતના જ ૨૧ જેટલા શહેરો

દિલ્હી નજીકનું ગાજીયાબાદ વિશ્વનું સૌથી વધુ પ્રદુષિત શહેર

નવી દિલ્હી, તા.૨૬: વૈશ્વિક સ્તર પર પ્રદુષણનો રિપોર્ટ આપતી સંસ્થા આઇકયુ અર વિઝયુઅલ દ્વારા વર્લ્ડ એર કવોલિટી રિપોર્ટ ૨૦૧૯ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ફરી એક વખત ભારત પાંચમા ક્રમે છે. આ પાંચમો ક્રમ ગૌરવની વાત નથી પણ શરમજનક વાત છે, કેમકે આ રિપોર્ટમાં વિશ્વના ૩૦ સૌથી પ્રદૂષિત શહેરોની યાદી આપવામાં આવી છે.

જેમાં એકલા ભારતના જ ૨૧ શહેરોનો સમાવેશ થાય છે. તો આ રિપોર્ટ પ્રમાણે ઉત્ત્।ર પ્રદેશનું ગાજિયાબાદ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. તો રાજધાની દિલ્હીની ગણના વિશ્વના સૌથી પ્રદૂષિત પાટનગર તરીકે કરવામાં આવી છે, અને શહેરોની દ્રષ્ટિએ તે પાંચમા નંબરનું સૌથી પ્રદૂષિત શહેર છે.

અન્ય દેશોના મોટા શહેરો પણ પ્રદૂષણ સામે લડી રહ્યા છે. પહેલા નંબર પર ગાજિયાબાદ પછી બીજા નંબર પર ચીનનું હોટન, ત્યારબાદ પાકિસ્તાનના ગુજરનવાલા અને ફૈસલાબાદ , તો પાંચમાં નંબરે દિલ્હી છે. વિવિધ દેશોમાંથી કંપનીએ લીધેલા ડેટા પ્રમાણે ભારત વિશ્વમાં પ્રદૂષણના મામલે પાંચમા ક્રમે છે.

યાદીમાં બાંગ્લાદેશ પ્રથમ છે. ત્યારબાદ પાકિસ્તાન, મોંગોલિયા, અફદ્યાનિસ્તાન અને ભારતનો નંબર આવે છે. દુનિયામાં પ્રદૂષણની સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ એશિયામાં જ છે, કેમકે દુનિયાના સૌથી પ્રદૂષિત ૩૦ શહેરોમાંથી ૨૭ શહેરો દક્ષિણ એશિયામાં જ આવેલા છે. દુનિયાના ટોપ ટેન પ્રદૂષિત શહેરોમાં પણ ૬ શહેરો ભારતના છે.

જો કે એક રીતે આ રિપોર્ટ રાહતના સમાચાર પણ લાવ્યો છે, કેમકે પાછલા વર્ષની સરખામણીએ ભારતમાં પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૧૮ની સરખામણીમાં ભારતના રાષ્ટ્રીય પ્રદૂષણમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીની સ્થિતિમાં પણ દ્યણો સુધાર થયો છે. જો કે દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદ, ગાજિયાબાદ, ગુરૂગ્રામ અને નોએડાની સ્થિતિ બગડી રહી છે.

વિશ્વના સૌથી પ્રદૂષિત ૩૦ શહેરોમાં ૨૧ શહેરો ભારતના છે. જેમાં ગાજિયાબાદ, દિલ્હી, નોએડા, ગુરૂગ્રામ, ગ્રેટર નોએડા, બંધવાડી, લખનઉ, બુલંદશહેર, મુજ્જફરનગર, બાગપત, જિંદ, ફરિદાબાદ, કોરોટ, ભિવાડી, પટના, પલવલ, મુજ્જફરપુર, હિસાર, કુટેલ, જોધપુર અને મુરાદાબાદનો સમાવેશ થાય છે.

(10:04 am IST)