Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

માલપુઆ, બિરયાની અને પાનઃ રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પને પીરસાયા આ પકવાન

રાષ્ટ્રપતિ કોવિંદ તરફથી રાત્રિ ભોજન સમારંભ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે રવાના થયા

નવી દિલ્હી, તા.૨૬: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારનાં તેમના સન્માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલા રાજકીય રાત્રિભોજન સમારંભમાં ભાગ લીધો જે તેમની બે દિવસનાં ભારત પ્રવાસનો અતિંમ સમારંભ રહ્યો. પોતાની પત્ની અને અમેરિકાની પ્રથમ મહિલા નાગરિક મેલાનિયા ટ્રમ્પની સાથે પહોંચેલા ટ્રમ્પનું રાષ્ટ્રપતિનાં ભવ્ય પ્રાંગણમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમની પત્ની સવિતાએ સ્વાગત કર્યું.

રાષ્ટ્રપતિ કોવિંદ ડોનાલ્ડ ટ્રમ્પને દરબાર હોલ સુધી લઇને ગયા જયાં મહેમાન રાષ્ટ્રપતિએ ગૌતમ બુદ્ઘની પાચંમી સદીની પ્રતિમા અને અન્ય ભારતીય નેતાઓની તસવીર જોઇ. બાદમાં બંને રાષ્ટ્રપતિઓએ વાતચીત કરી જે દરમિયાન કોવિંદે કહ્યું કે ભારત-અમેરિકા સંબંધોનાં મહત્વનું આકલન એ વાતથી કરી શકાય છે કે અમેરિકી રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા.

કોવિંદે પોતાના શરૂઆતનાં વકતવ્યમાં કહ્યું કે, ' અમેરિકા એક મૂલ્યવાન મિત્ર છે અને ભારત બંને દેશોની વચ્ચે રણનીતિની ભાગેદારી માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ઘ છે.' અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'છેલ્લા બે દિવસ ઘણા લાભદાયક રહ્યા.' તેમણે કહ્યું કે, 'બંને દેશો વેપાર અને સૈન્ય કરારો પર કામ કરી રહ્યા છે.' ટ્રમ્પે કહ્યું કે, 'ભારત આવવું શિખવાનો અદ્બુત અનુભવ આપનારો રહ્યો છે.' તેમણે સ્વાગત સત્કાર માટે રાષ્ટ્રપતિ કોવિંદનો આભાર માન્યો.

રાત્રિ ભોજન સમારંભ માટે અનેક પ્રકારનાં વ્યંજનની તૈયારી કરવામાં આવી. ટ્રમ્પ પરિવારને સલમન ટિક્કા, રાન અલી શાન, દાળ રાયસીના પીરસવામાં આવ્યું. શરૂઆતમાં આલૂ ટિક્કી, પાલક પાપડી, લેમન કોરિયર સૂપ, દમ ગુચી મટર આપવામાં આવી. દમ ગોશ્ત બિરયાની અને દેંગની બિરયાનીની સાથે મીઠી આઈટમમાં માલપુઆ, વેનિલા આઇસ્ક્રિમ પીરસવામાં આવ્યા. અમેરિકી રાષ્ટ્રપતિને પાન પણ પસંદ આવ્યું. તેમને પસંદને સર્ચ કરીને પાન તૈયાર કરવામાં આવ્યા. ટ્રમ્પને સંતરા પસંદ છે તેથી વિદેશથી સંતરા મંગાવવામાં આવ્યા. ખાસ પાનનાં પત્ત્।ામાં ગુલકંદની સાથે સંતરાનાં ટુકડા રાખીને પાન બનાવવામાં આવ્યું જેને શ્નઉટપ્નચાૃ પાન' નામ આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ કોવિંદ તરફથી રાત્રિ ભોજન સમારંભ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે રવાના થયા.

(10:49 am IST)