Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

61 વર્ષની પત્નીની હત્યા કરી તેના 300 ટુકડા કર્યા અને 22 ટિફિનમાં ટુકડા ભરી દીધા:કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ઓડિસાની કોર્ટે 78 વર્ષીય રિટાયર્ડ આર્મી ડોક્ટર લેફટનન્ટ કર્નલ સોમનાથ પરીદાને સજા સંભળાવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

ઓડિશાની સ્થાનિક કોર્ટે રીટાયર્ડ આર્મી ડોકટર લેફ્ટનન્ટ કર્નલ સોમનાથ પરીદાને પોતાની પત્નીની હત્યા સબ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

 તેણે આવેશમાં આવીને ૬૧ વર્ષની પત્નીની હત્યા કરી તેના 300 ટુકડા કર્યા અને 22 ટિફિનમાં ટુકડા ભરી દીધા હતા. ૭૮ વર્ષના પરીદાને સજા ફટકારી ત્યારે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો હતો. ભુવનેશ્વરમાં પોતાના નિવાસસ્થાન ઉપર સ્ટીલની ટોર્ચથી પત્નીની હત્યા કરી હતી અને સર્જરી છરીથી ૬-૬ ઈંચના ટુકડા કરી નાખ્યા હતા. તે વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત સંખ્યાબંધ સંસ્થાઓમાં સેવા આપતો હતો. તેના સંતાનો વિદેશ રહે છે.

(12:49 am IST)