Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

શું યુએસ પણ પીએમ મોદીના સ્વાગત માટે કરોડો રૂપિયા ખર્ચશે? : ફિલ્મ ડાયરેક્ટર રામગોપાલ વર્માએ કર્યું ટ્વીટ

ચણાયેલી દીવાલની તસ્વીર શેર કરી લખ્યું રિયલ વ્યૂ વર્સિસ ટ્રમ્પ વ્યૂ.

મુંબઈ : બોલિવુડના આ જાણીતા ડાયરેક્ટ રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરીને લખ્યું, આપણે ભારતીયોએ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો, શું અમેરિકા પણ નરેન્દ્ર મોદીના અમેરિકામાં સ્વાગત માટે હજારો રૂપિયા પણ ખર્ચ કરશે? આ અમેરિકા તરફ ઈશારો છે, ભારતની તરફ નહીં...બસ એમ જ કહ્યું. આ રીતે રામ ગોપાલ વર્માઓ વ્યંગ કર્યો છે.

  એટલું જ નહીં રામ ગોપાલ વર્માએ ગુજરાતના અમદાવાદમાં બનાવેલી દિવાલને લઈને પણ ટ્વીટ કરી છે. રામ ગોપાલ વર્માએ અમદાવાદની દિવાલની તસવીર શેર કરી અને લખ્યું, રિયલ વ્યૂ વર્સિસ ટ્રમ્પ વ્યૂ.

(9:30 am IST)