Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઓનલાઈન ટ્રાવેલ કંપની એક્સપીડિયા 3 હજાર લોકો નોકરીઓમાંથી છુટા કરશે

છટણી બાદ તેના કાર્યબળમાં 12 ટકાનો ઘટાડો આવશે.

નવી દિલ્હી : ગયા વર્ષે 2019માં પોતાના કરોબારના પ્રદર્શનથી નિરાશ ઓનલાઈન યાત્રા સેવા કંપની એક્સપીડિયા દુનિયાભરમાંથી લગભગ 3000 લોકોને નોકરીમાંથી છૂટા કરશે. કંપની દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલાં એક ઈમેલમાં કહેવામાં આવ્યુ છેકે, કંપનીનાં અવ્યવસ્થિત અને અસ્વસ્થ રીતે વૃદ્ધિ કરવાની સ્થિતીને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કંપની હોટલ ડોટ કોમ, હોટવાયર, ટ્રાવેલોસિટી, ચીપટિકિટ્સ, ઈગ્નેસિયા અને કારરેન્ટલ ડોટ કોમ સાઈટ પણ ચલાવે છે.

 એક્સ્પીડિયાના અધ્યક્ષ બેરી ડિલરે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અમારા વ્યવસાયને સરળ બનાવવા અને અમારા લક્ષ્‍યોને સાફ કરવા માટે આ મુશ્કેલ નિર્ણયો લેવાથી અમારા લોકો (કર્મચારીઓ) તેમના પ્રોજેક્ટ્સ અને પ્રાથમિકતાઓ પર કામ કરી શકશે જે અમારા માટે, અમારા ગ્રાહકો માટે અને અમારા ભાગીદારો માટે મહત્ત્વનાં છે.

ડિલરે 13 ફેબ્રુઆરીએ કંપનીની સામાન્ય સભામાં કહ્યુ હતુતે, ઘણા કર્મચારીઓને જાણ હોતી નથીકે, તેઓ દિવસ દરમ્યાન શું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુકે, 2020માં તેઓ 30થી 50 કરોડ ડોલરની બચત કરવાનું લક્ષ્‍ય સાથે ચાલી રહ્યા છે. વર્ષ 2019માં કંપનીનું વેચાણ 8 ટકા, નેટ આવક 4 ટકા અને શેરદીઠ આવક 6 ટકા વધી છે. કંપનીનાં કર્મચારીઓની સંખ્યા ડિસેમ્બર 2019નાં અંત સુધીમાં 25,400 હતી. આ છટણી બાદ તેના કાર્યબળમાં 12 ટકાનો ઘટાડો આવશે.

(12:00 am IST)