Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

" નેશનલ સાયન્સ ફાઉન્ડેશન કેરીઅર એવોર્ડ " : અમેરિકાના સુપ્રતિષ્ઠિત ગણાતા એવોર્ડ માટે વોશિંગટન યુનિવર્સીટીમાંથી પસંદ કરાયેલા 3 સંશોધકો પૈકી 2 ઇન્ડિયન અમેરિકન : તમામ સંશોધકોને 5 લાખ ડોલરની ગ્રાન્ટ અપાશે

વોશિંગટન : અમેરિકાના સુપ્રતિષ્ઠિત ગણાતા 2020 ની સાલના એવોર્ડ માટે  વોશિંગટન યુનિવર્સીટીમાંથી પસંદ કરાયેલા 3 સંશોધકો પૈકી 2 ઇન્ડિયન અમેરિકન સંશોધકોએ સ્થાન મેળવી વતનનું ગૌરવ વધાર્યું છે. ત્રણે સંશોધકોને સંશોધન માટે  5 લાખ ડોલરની ગ્રાન્ટ આપવામાં આવશે

એવોર્ડ વિજેતા ઇન્ડિયન અમેરિકન સંશોધકો વોશિંગટન યુનિવર્સીટીની સ્કૂલ ઓફ એન્જીનીઅરીંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના ફેકલ્ટી મેમ્બર છે.જેમાં સુશ્રી અનામિકા દુબે તથા શ્રી શુભાંશુ ગુપ્તાનો સમાવેશ થાય છે.

(12:40 pm IST)