Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

દેશમાં કોરોના કહેર : ૬૯૨૨ નવા કેસ, ૪૧૮ લોકોનાં મોત

દેશભરમાં કુલ મૃત્યુ આંક ૧૪,૮૯૪ પર પહોંચ્યો : હજુ સુધીમાં ૨૭૧૬૯૭ લોકો સાજા થયા તેની સાથે દેશમાં સાજા થનારાઓનો દર હવે ૫૭.૪૨ ટકા પર પહોંચી ગયો

નવી દિલ્હી, તા. ૨૫ : ભારતમાં કોરોનાના ચેપગ્રસ્તોનો આંક સતત વધતો જઈ રહ્યો છે. દેશભરમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ,૭૩,૧૦૫ પર પહોંચી ચૂકી છે. વિતેલા ૨૪ કલાકની વાત કરીએ તો દેશમાં ૧૬,૯૨૨ નવા દર્દીઓ નોંધાયા છે. જયારે ૪૧૮ લોકોના મોત નિપજ્યા છે. તેની સાથે ભારતમાં ખતરનાક વાયરસથી જીવ ગુમાવનારાઓની સંખ્યા ૧૪,૮૯૪ પર પહોંચી છે. કોવિડ-૧૯ના વાયરસને અત્યાર સુધીમાં ,૭૧,૬૯૭ લોકો મ્હાત કરવામાં સફળ રહ્યા છે. તેની સાથે દેશમાં સાજા થનારાઓનો દર ૫૭.૪૨ ટકા પર પહોંચી ગયો છે. જે એક રીતે આંશિક રાહતની પણ વાત છે. દેશભરમાં તા.૨૪મી જૂને ,૦૭,૮૭૧ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા અને પોઝીટીવિટી રેટ .૧૪ ટકાનો રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૫,૬૦,૭૮૨ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દેશભરમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જ્યારે દિલ્હી પણ બીજા નંબરે રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા ,૪૨,૯૦૦ છે.

            તેમાંથી ૭૩,૭૯૨ લોકો સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના ચેપથી ,૭૩૯ લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા રાજ્યમાં ૬૨,૩૬૯ની છે. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા ૭૦,૩૯૦ છે. તેમાંથી ૪૧,૪૩૭ લોકો કોરોનાને મ્હાત કર્યો છે. કોવિડ-૧૯થી દિલ્હીમાં ૨૩૬૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશની રાજધાનીમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૬,૫૮૮ છે. દિલ્હીની જેમ મુંબઈમાં પણ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કહેરને લઈ તામિલનાડુ ત્રીજા નંબરે રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૭,૬૬૮ દર્દીઓ નોંધાયા છે. તેમાંથી ૩૭,૭૬૩ લોકો સાજા થયા છે. રાજ્યમાં વાયરસથી ૮૬૬ લોકોના મોત થયા છે અને સક્રિય કેસોની સંખ્યા ૨૮,૮૩૯ છે. ગુજરાત, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કોરોનાના પ્રકોપ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. જ્યારે મધ્યપ્રદેશના ભોપાલ તેમજ ઈન્દોરમાં કોવિડ-૧૯ના કહેરથી રોજબરોજ ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

(10:26 pm IST)