Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કોવીડ બેડની રીયલ ટાઇમ માહિતી આપવી ફરજીયાતઃ નહીંતર સરકાર પગલા લ્યે

દિલ્હી હાઇકોર્ટે રાજધાનીમાં આવેલ હોસ્પીટલ અંગે કડક વલણ

નવી દિલ્હી તા. રપ : દિલ્હી હાઇકોર્ટે રાજધાનીમાં આવેલ એ હોસ્પીટલ વિરૂદ્ધ સખ્તાઇ દર્શાવી છે. જે રીયલ ટાઇમ કોવીડ-૧૯ બેડ ઉપલબ્ધ હોવાની માહિતી સાચા સમયે નથી આપતા. કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને આદેશ આપેલ કે જે હોસ્પિટલો રીયલ ટાઇમ બેડની માહિતી દર્દીઓને ઉપલબ્ધ નથી કરાવતી તેના વિરૂદ્ધ સખત કાર્યવાહી કરે. ઉપરાંત અધિકારી નિયુકત કરવા પણ દિલ્હી સરકારને નિર્દેશ આપ્યા છે.

(3:44 pm IST)