Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

CBSE ધો.૧૦ અને ધો.૧૨ની બાકી પરીક્ષા રદ્દ

છેલ્લી ૩ પરીક્ષાના આધારે મૂલ્યાંકન થશે : ૨૯ વિષયોની પરીક્ષા બાકી હતી

નવી દિલ્હી, તા. ૨૫ : સીબીએસઈ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની બાકી પરીક્ષા હવે નહિં લેવાય અને છેલ્લી ૩ પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન થશે. કુલ ૨૯ વિષયની પરીક્ષા લેવાની બાકી હતી, ઉત્ત્।ર-પૂર્વ દિલ્હીમાં ધો. ૧૦ના વિદ્યાર્થીઓની ૬ વિષયની પરીક્ષા બાકી હતી. સીબીએસઈ પરીક્ષા ૧થી ૧૫ જુલાઈ દરમિયાન યોજાવાની હતી.

સીબીએસઈએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ધો.૧૦ અને ૧૨ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી ૩ પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે. આ પહેલા થયેલી સુનાવણીમાં સીબીએસઈએ પરીક્ષા માટે નિર્ણય લેવા માટે કોર્ટ પાસેથી બે દિવસનો સમય માંગ્યો હતો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે સુનાવણી ૨૫ જૂન સુધી સ્થિગિત કરી હતી.

જો પરીક્ષા રદ્દ થાય તો બોર્ડ વિદ્યાર્થીઓને એક સ્પેશિયલ માર્કિગ સ્કીમના આધારે પાસ કરી શકે છે. જોકે, પોતાના પ્રદર્શનમાં સુધારા માટે પાછળથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને ૧થી ૧૫ જુલાઈ સુધી સીબીએસઈની પરીક્ષા લેવી શકય નથી. તેમા કોઈપણ પ્રકારનો વિલંબ થશે તો વિદ્યાર્થીઓને આગળ એજયુકેશન સંસ્થામાં પ્રવેશ મેળવવામાં અવરોધ આવી શકે છે. કુલ ૨૯ વિષયોની પરીક્ષા બાકી છે.

(3:31 pm IST)