Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કોરોનિલ દવા પર રાજસ્થાન બાદ મહારાષ્ટ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ

આયુષ મંત્રાલયની મંજુરી બાદ વેચાણ અંગે લેવાશે નિર્ણય

મુંબઇ તા. ૨૫ : બાબા રામદેવની દવા કોરોનિલ પર રાજસ્થાન સરકાર બાદ મહારાષ્ટ્ર સરકારે પણ પ્રતિબંધ મૂકી દીધો છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે કોરોનિલના કલીનિકલ ટ્રાયલ અંગે હજુ કોઇ પુખ્તા માહિતી નથી એવામાં મહારાષ્ટ્રમાં આ દવાના વેચાણ પર પ્રતિબંધ રહેશે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગુરૂવારના લખ્યું કે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ, જયપુર એ ભાળ મેળવશે કે શું પતંજલિની શ્નકોરોનિલલૃનું કિલનિકલ ટ્રાયલ કરાયું હતું. અમે બાબા બામદેવને ચેતવણી આપીએ છીએ કે અમારી સરકાર મહારાષ્ટ્રમાં નકલી દવાઓના વેચાણને મંજૂરી આપતું નથી.

ઉલલ્લેખનીય છે કે આયુષ મંત્રાલયની આપત્તિ બાદ રાજસ્થાન પહેલું રાજય બન્યું હતું જેણે બાબા રામદેવની દવા કોરોનિલના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજસ્થાન સરકારે પોતાના આદેશમાં કહ્યું કે કેન્દ્રીય આયુષ મંત્રાલયની સ્વીકૃતિ વગર કોવિડ-૧૯ મહામારીની દવા તરીકે કોઇપણ આયુર્વેદિક ઔષધિનું વેચાણ કરી શકાય નહીં.રાજસ્થાન સરકારે કહ્યું કે કોવિડ-૧૯ મહામારીની સારવારની દવા તરીકે કોઇ ઔષધિનું વેચાણ જોવા મપર વિક્રેતા વિરૂદ્ઘ આકરી કાર્યવાહી કરાશે. આની પહેલાં કેન્દ્રીય આયુષ મંત્રાલયે રામદેવના દાવા પર પ્રશ્ન ઉભા કરી દીધા હતા. જાહેરાત પર પ્રતિબંધ મૂકયો અને દવાની તપાસના આદેશ આપ્યા. પતંજલિ પાસેથી દવા અંગેની માહિતી મેળવવામાં આવી.

આયુષ મંત્રાલય બાદ ઉત્ત્।રાખંડ આયુર્વેદ વિભાગે પણ પતંજલિની તરફથી કરાયેલા દાવાને ખોટો ગણાવ્યો છે. સાથો સાથ પતંજલિને નોટિસ પણ મોકલી દીધી છે. જો કે પતંજલિનો દાવો છે કે તેમણે આયુષ મંત્રાલય પાસેથી મંગાવામાં આવેલી તમામ માહિતી મોકલી દીધી છે. બાબા રામદેવનો દાવો છે કે કોરોના વિરૂદ્ઘ પતંજલિની દવા એકદમ યોગ્ય છે.

(2:44 pm IST)