Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કોંગ્રેસ મોદી સરકાર વિરૂધ્ધ આક્રમક બનીઃ કાલે લડાખના શહીદોની શ્રધ્ધાંજલી સભાઃ ૨૯મીએ ઈંધણના ભાવ વધારા સામે દેશભરમાં પ્રદર્શન

નવી દિલ્હીઃ લડાખની ગલવાન ઘાટીમાં ૨૦ જવાનોની શહાદત અને નિયંત્રણ રેખા ઉપર ચીનના અતિક્રમણ અને સતત વધતા પેટ્રોલ- ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા કેન્દ્રની મોદી સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ગલવાન ઘાટીમાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી આપવા કાલે ૨૬ જુને કોંગ્રેસ દ્વારા ''શહીદોને સલામ દીવસ''ના રૂપે સમગ્ર દેશમાં પ્રદર્શન કરી નિયંત્રણ રેખા ઉપર ભારતીય સીમામાં ચીનની ધુષપેઠનો વિરોધ નોંધાવશે.

જેને લઈને કોંગ્રેસના તમામ પ્રદેશ અધ્યક્ષોની વર્ચ્યુઅલ બેઠક યોજાયેલ જેમાં રાહુલ ગાંધી પણ સામેલ થયેલ. રાહુલે ચિંતા વ્યકત કરતા જણાવેલ કે ચીને સમજી લીધુ છે કે ભારતની સ્થિતિ શું છે ત્યારે જ તેણે આ પગલુ લીધુ છે.

સાથો- સાથ કોંગ્રેસ દ્વારા ૨૯જુને પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રસ્તા ઉપર ઉતરી ધરણા પ્રદર્શન કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધીએ ઈંધણના વધતા ભાવ અંગે નરેન્દ્રભાઈને પત્ર પણ મળેલ.

(1:19 pm IST)