Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઇતિહાસમાં પ્રથમ વખત ટાટા કન્સલ્ટન્સી સેવાઓની કંપનીનાં સીઇઓ અને એમડીના પગારમાં કાપ મુકાશેઃ કર્મચારીઓના બોનસમાં પણ ઘટાડો કરાશે

નવી દિલ્હી : સૌથી મહત્વની અને સૌથી વધુ નફો આપનારી કંપની ટાટા કન્સલ્ટન્સી સેવાઓ (ટીસીએસ) એ સૌથી પહેલા પોતાના સીઇઓ રાજેશ ગોપીનાથના પગારમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ઇન્ડિયા હોટલ્સ પહેલા જ કહી ચુકી છે કે તેનું વરિષ્ઠ નેતૃત્વ આ કવાર્ટરમાં પોતાના પગારનો એક ભાગ કંપનીને થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે આપશે.

ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવરસ ટ્રેન્ટ, ટાટા ઇન્ટરનેશનલ, ટાટા કેપિટલ તથ વોલ્ટાસના સીઇઓ તથા એમડી પણ ઓછો પગાર લેશે. કંપનીના આ પગલાની જાણકારી રાખનાર અધિકારીઓએ કહયું કે, ચાલુ નાણાકીય વર્ષના બોનસમાં પણ ઘટાડો થશે.

ટાટા ગ્રુપના એક સર્વોચ્ચ સીઇઓએ નામ ન જાહેર કરવાની શરત પર કહ્યું, ટાટા સમુહના ઇતિહાસમાં આવો સમય કયારેય આવ્યો નથી અને આ સમયે કારોબારને બચાવી રાખવા માટે કેટલાક આકરા નિર્ણય કરવાની જરૂર છે. તેમણે કહ્યું, યોગ્ય નેતૃત્વની ખાતરી કરવા માટે અમે બધા આ પગલું સહાનુભૂતિની સાથે ઉઠાવશું. ટાટા સમુહની સંસ્કૃતિ રહી છે કે જયાં સુધી સંભવ થઇ શકે, કર્મચારીઓના હિતનોની રક્ષા થાય.

(5:51 pm IST)