Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ફલાઇટ દ્વારા જુદા જુદા રાજયોમાં જતા પેસેન્જર્સને કોરોન્ટાઇન કરવામાં દરેક રાજયોની જુદી-જુદી શરતો

એરલાઇન્સ પણ મુંઝવણમાં: પેસેન્જરો દ્વારા એરપોર્ટ પર પુછપરછનો દોર

રાજકોટ તા. રપ :.. કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફલાઇટ સેવાની આજથી મંજૂરી આપ્યા બાદ ફલાઇટમાં આવતા મુસાફરો માટે જે તે રાજયો પર કોરન્ટાઇનની જવાબદારી સોંપી હોવાથી દરેક રાજયમાં અલગ અલગ નિયમો હોવાથી એરલાઇન્સ મુંઝવણમાં મુકાઇ છે. કેટલાક રાજયોએ ફલાઇટમાં આવતા તમામ મુસાફરોને ફરજીયાત ૧૪ દિવસ સંસ્થાકીય કોરન્ટાઇન રહેવા આદેશ કર્યો છે. જયારે કેટલાક રાજયોમાં હોમ કોરન્ટાઇનની છૂટછાટ આપવામાં આવી છે.

દરમિયાન આ બાબતે આજે બપોરે પેસન્જરો દ્વારા એરપોર્ટ પર અધિકારીઓને સતત પુછપરછ ચાલુ કરાઇ હતી, એરપોર્ટ અધિકારીઓ પણ રાજયોની જુદી જુદી શરતોથી  મુંઝવણમાં મુકાયા હતાં.

(3:52 pm IST)