Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પ્રેક્ષકો વગર ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવા BCCI તૈયાર

ખેલમંત્રી કિરેન રિજિજુએ કહ્યુ કે દેશમાં ફરીથી સ્પોટ્ર્સ ચાલુ થશે ત્યારે ખેલાડીઓ અને ચાહકોની સુરક્ષા પ્રથમ સ્થાને રહેશે

નવી દિલ્હી : દેશના ખેલપ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે હાલની વર્તમાન પરિસ્થિતિમાં દેશ ખાલી સ્ટેડિયમમાં ગેમ રમાડવા માટે તૈયાર છે. એવામાં સૌથી પહેલી નજર આઈપીએલ પર પડે એ સ્વાભાવિક છે. કોરોનાના કેરને લીધે આ ટુર્નામેન્ટ મોકૂફ રાખવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ કહ્યું કે દેશમાં ફરીથી સ્પોટ્ર્સ ચાલુ થતા ચાહકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા રહેશે. ગેમ બ્રોડકાસ્ટ કરવાથી જે આવક મળશે એનાથી સંતોષ માનવો પડશે. ખેલપ્રધાન ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે માટે તેમણે જે કહ્યુ છે એને ધ્યાનમાં રાખીને આગળના પગલા લેવામાં આવશે. ખેલપ્રધાનના જણાવ્યા પ્રમાણે ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ ખેલાડીની હેલ્થને જોખમમાં મૂકવા નથી માગતી. જો કે ગેમ માટેની ચોક્કસ તારીખ નક્કી કરવાનું કામ થોડુ અઘરૂ છે.

(3:50 pm IST)