Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મકકા અને મદિનાની મસ્જીદોમાં ઇદની નમાઝ ઇમામ દ્વારા જ પઢવામાં આવીઃ મોટાભાગના મુસ્લીમ દેશોએ કફર્યુ અને પ્રતિબંધો લાદયા

સાઉદી અરબ સહિત મધ્યપૂર્વના મોટાભાગના મુસ્લીમ દેશોમાં ઇદ-અલ-ફિત્ર મનાવામાં આવી હતી. મકકા અને મદિનામાં ઇમામે એકલા જ ઇદની નમાઝ પઢી હતી. આ દેશોમાં પહેલેથી જ ઇદના દિવસે કફર્યુ લગાવી દેવામાં આવેલ. સાથો સાથ મસ્જીદો પણ બંધ રખાઇ હતી. સાઉદી અરબ અને સંયુકત અરબ અમીરાતના અધિકારીઓએ જણાવેલ કે કોરોનાના કારણે રમઝાનના અંતિમ દિવસે પણ મસ્જીદો બંધ રાખવામાં આવી હતી.

ઉપરાંત તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઇપે પણ ઇદની ૨૩ થી ૨૬ મે સુધીની રજામાં ૪ દિવસ રાષ્ટ્રવ્યાપી કફર્યું લાગુ કરેલ. મકકા અને મદીનામાં લોકોને ફકત ભોજન અને દવા ખરીદવાની મંજુરી આપવામાં આવેલ. વિશ્વના સૌથી મોટા મુસ્લીમ વસ્તીવાળા દેશ ઇન્ડોનેશીયાએ પણ ઇદના દિવસે લોકોને ઘરેથી ન નીકળવા અને એક જગ્યાએ ભેગા ન થવા જણાવેલ. રાષ્ટ્રપતિ જો કો વિડોડોએ જણાવેલ કે સોશ્યલ ડિસ્ટન્સીંગમાં છુટછાટ ન આપી શકાય.

જોર્ડનમાં પણ ઇદના આગલા દિવસથી જ સરકારે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકી દીધેલ. જો કે અહિં અગાઉ લોકોને જવા-આવવાની છુટ આપવામાં આવી હતી. કતારમાં પણ કોરોના સંક્રમણ રોકવા ૩૦મી સુધી મોટાભાગની વ્યવસાયીક ગતિવિધિઓ શરૂ કરવા દેવાઇ નથી.

મદીના મસ્જીદના ઇમામ શેખ અબ્દુલ બારી અલ-થુબૈતીએ લોકોને ઘરમાં જ નમાઝ પઢવા જાહેરાત કરી હતી.

(3:00 pm IST)