Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પેસેન્જર્સને કોરન્ટાઈન કરવા દરેક રાજ્યોની જુદી- જુદી શરતો : એરલાઈન મુંઝવણમાં

કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવાની આજથી મંજૂરી આપ્યા બાદ ફ્લાઈટમાં આવતા મુસાફરો માટે જે તે રાજ્યો પર કોરન્ટાઈનની જવાબદારી સોંપી હોવાથી દરેક રાજ્યમાં અલગ અલગ નિયમો હોવાથી એરલાઈન્સ મુંઝવણમાં મુકાઈ છે. કેટલાક રાજ્યોએ ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરોને ફરજિયાત 14 દિવસ સંસ્થાકીય કોરન્ટાઈન રહેવા આદેશ કર્યો છે જ્યારે કેટલાક રાજ્યોમાં હોમ કોરન્ટાઈનની છૂટછાટ આપવામાં આવી છે.

(1:57 pm IST)