Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

હવે કોરોનાનું એપી સેન્ટર બન્યુ મહારાષ્ટ્ર

દેશમાં કોરોનાના કુલ કેસોમાંથી એક તૃત્યાંશ મહારાષ્ટ્રથી ૧૦ દિવસમાં જે કેસ આવ્યા છે તેમાંથી ૪૦% મહારાષ્ટ્રથી : કુલ કેસ ૫૦૨૩૧ : ૧૬૩૫ના મોત : ૨૪ કલાકમાં જ ૩૦૪૧ કેસ સામે આવ્યા : મુંબઇ - પૂણેની સ્થિતિ ચિંતાજનક

નવી દિલ્હી તા. ૨૬ : કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં ખુબજ તેજીથી ફેલાઈ રહ્યો છે. અંદાજે ત્રણ મહિના થઇ ગયા છે. અને દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. ૨૪ માર્ચે જયારે દેશમાં પ્રથમ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે દેશના કોરોના સંક્રમણોના મહારાષ્ટ્રમાં એક પાંચમો ભાગ હતો. પરંતુ બે મહિના બાદ જયારે દેશમા સંક્રમણ તેજીથી ફેલાયેલો અને સંક્રમિતઓની સંખ્યા ૧.૩ લાખને પાર થયો છે. તેમાં મહારાષ્ટ્રની ભાગીદારી એક તૃતીયાંશ વધુ થઇ ગઈ છે. છેલ્લા દસ દિવસોમાં સંક્રમણના જે નવા કેસ સામે આવ્યા છે તેના ૪૦ ટકા થી વધુ કેસ મહારાષ્ટ્રના છે

મહારાષ્ટ્રમાં થોડાક સમય માટે તેજી થી વધતા કેસમાં રોક લગાવામાં આવી છે અને તેને હવે ધીમી કરવામાં સફળતા મળી છે. તેના લીધે રાષ્ટ્રીય આંકડામાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં કોરોના કેસમાં વધારો મહારાષ્ટ્રના હિસાબથી થઈ રહી છે.બીજા શબ્દોમાં કહીએ તો જો મહારાષ્ટ્રમાં તેના પ્રકોપને રોકવામાં આવે અથવા સીધી અસર દેશના વધતા કેસ પર પડશે. પરંતુ એ સરળ નથી.

ચેન્નાઈમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટીકલ સાઈનેઝના સીતાભરા સિંહ જે બીમારીના પ્રસાર પર નજર રાખી રહયા છે તેઓનું કહેવું છે કે કંટેનમેન્ટ પ્રોસોકિટવથી જોવામાં આવે તો તે યોગ્ય છે જો મોટી સંખ્યામાં સંક્રમિતઓને એક નાના ભૌગોલિક ક્ષેત્રમાં કેન્દ્રિત કઙ્ગરવામાં આવે. આ સંપૂર્ણ ક્ષેત્રમાં આવાગમનને પ્રતિબંધિત કરવામાં આવી શકે છે, આ સંપૂર્ણ ક્ષેત્રથી આવાગમનને પ્રતિબંધિત કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પણ સંપૂર્ણ રાજય સમાન રૂપથી પ્રભાવિત નથી મુંબઈ અને પુણે તેની આસપાસના વિસ્તાર સૌથી વધુ ઇન્ફેકટેડ છે.

ઙ્ગતેઓએ વધુમાં ઉમેર્યું કે તે એક એવું ક્ષેત્ર છે જે સૌથી મોટી સમસ્યા છે. અને સૈધ્ધાંતિક રૂપેઙ્ગ જો આપણે એ સુનિશ્ચિત કરીએ કે કોઈ પણ વ્યકિત આ ક્ષેત્ર માંથી બહાર જાય નહીં અને કોઈ અંદર આવે નહી. આ વાયરસને ફેલાવ્યા વગર આ ક્ષેત્રમાં રોકી શકીએ છીએ.

(11:32 am IST)