Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમેરિકાથી હરિયાણા પરત ફરેલા ૭૩ મુસાફરોમાંથી ૨૧ કોરોના પોઝિટિવ

જે મુસાફરોના રિપોર્ટ નેગેટિવ છે તેમને પણ કવોરન્ટીન કરવામાં આવ્યા છે

ચંડીગઢ,તા.૨૫: વંદે ભારત મિશન હેઠળ અમેરિકાથી હરિયાણા પાછા ફરેલા ૭૩ લોકોમાંથી ૨૧ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. ર મુસાફરોના રિપોર્ટ હજુ શંકાસ્પદ છે. આ વાતની જાણકારી પંચકુલાના મુખ્ય ડોકટર અધિકારીએ આપી છે.

અમેરિકાથી આવેલા તમામ મુસાફરોને પંચકુલામાં કવોરન્ટીન કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ લોકોની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. સંપર્કમાં આવનારા લોકોને કવોરન્ટીન કરી દેવાયા છે. અમેરિકાથી આ તમામ ભારતીય ૧૯ મેએ દેશ પહોંચ્યા હતા.

જે મુસાફરોના રિપોર્ટ નેગેટિવ છે તેમને પણ કવોરન્ટીન કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ તેની પર નજર રાખી રહ્યા છે. ૧૪ દિવસ સુધી કવોરન્ટીન રહ્યા બાદ જ તેમને ઘરે જવા દેવામાં આવશે. અમેરિકા કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. એવામાં ત્યાંથી આવેલા લોકો પર સ્વાસ્થ્ય વિભાગ નજર રાખી રહ્યું છે.

હરિયાણામાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦૬૭ થઈ ગઈ છે. કોરોનાથી સાજા થઈ ચૂકેલા લોકોની સંખ્યા ૭૦૬ છે ત્યાં હરિયાણામાં ૧૬નાં મોત નીપજયાં છે.

(10:24 am IST)