Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

દેશભરમાં રેપિડ ટેસ્ટ કિટથી ચકાસણી હાલ સ્થગિત રહેશે

હર્ષવર્ધનના નેતૃત્વમાં જીઓએમની બેઠક થઈ : કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ કાબુમાં હોવાનો દાવો કરાયો : અનેક ભારતીય કંપનીઓ પણ ટેસ્ટ કિટ બનાવશે

નવી દિલ્હી, તા.૨૫ : કોરોના વાયરસનો આતંક દેશમાં સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં કેસોના ફેલાવાને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય મંત્રીયોના ગ્રુપની આજે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ જણાવવામાં આવ્યું હતું કે આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિ કાબુમાં છે. સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંઓની અસર દેખાઈ રહી છે. આજ કારણસર રેપિડ ટેસ્ટ કિટથી હાલમાં ચકાસણીની પ્રક્રિયાને રોકી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે હજુ અમારી પાસે ૧૫ લાખથી વધારે ટેસ્ટની ક્ષમતા છે. ઉપરાંત પણ કેટલીક ભારતીય કંપનીઓ ટેસ્ટ કિટ તૈયાર કરી રહી છે. ઉપરાંત કોરોનાની સામે લડાઈમાં દેશભરમાં જિલ્લા સ્તર પર સવા લાખથી વધારે સ્વૈચ્છિક લોકો પણ કામ કરી રહ્યા છે.

        ગૃહ મંત્રાલય તરફથી આજે કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી. બીજી બાજુ સરકાર તરફથી એવો દાવો પણ કરાયો છે કે કોરોના કેસોમાં ભારતમાં સૌથી ઓછો દરરોજનો ગ્રોથ રેટ નોંધાયો છે. કેસોની સંખ્યા ૧૦૦ના આંકડાને પાર કરી ગયા બાદ સૌથી ઓછો દરરોજનો રેટ નોંધાયો છે. જે ભારત માટે સારા સંકેત સમાન છે. દેશમાં કોરોના-૧૯ કેસોમાં સરેરાશ ડબલ થવાનો દર . થયો છે જે હતો. ભારતમાં નવા કેસોમાં ગ્રોથ રેટ ટકાની આસપાસનો નોંધાયો છે જે સૌથી ઓછો દર છે. સરકાર તરફથી આજે કોરોનાના સંદર્ભમાં બેઠક યોજાઈ હતી. બેઠક આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. જેમાં તમામ પાસા પર ચર્ચા થઈ હતી. હોસ્પિટલ, આઈસોલેશન, પીપીઈ કિટ, એન-૯૫ માસ્ક, વેન્ટીલેટર સહિતના મુદ્દાઓ ચમક્યા હતા.

(8:45 pm IST)