Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

રાજસ્થાનના કોટાથી

હરીયાણા - આસામના ૧૪૦૦ વિદ્યાર્થીઓ ઘરે રવાનાઃ બિહારના છાત્રોનું પ્રદર્શન

કોટાઃ હરિયાણા અને આસામના લગભગ ૧૪૦૦ છાત્રો ગઇકાલે રાજસ્થાનના કોટાથી પોતાના ઘરે જવા રવાના થયેલ. જયારે રાજસ્થાનના જ  વિદ્યાર્થીઓ પણ સાંજે રવાના થયેલ. દરમિયાન બિહારના વિદ્યાર્થીઓએ પોતાના રાજયના મુખ્યમંત્રી નિતિશકુમાર પાસે ઘર પરત લાવવા માટેની વ્યવસ્થાની અપીલ કરતા મૌન પ્રદર્શન કરેલ. તેમણે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરી હાથમાં પ્લે કાર્ડ પણ રાખ્યા હતા.

(12:58 pm IST)