Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

વિશ્વમાં કુલ કેસ ૨૮.૩૪ લાખઃ મૃત્યુઆંક ૧,૯૭,૦૦૦થી વધુ

ઇટાલીમાં ૧૫૦ ડોકટરના મોત અને કુલ ૨૫ હજારથી વધુના મોતઃ સંક્રમિતોની સંખ્યા ૧,૯૨,૯૯૪ : અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ૯,૨૫,૦૦૦ને પારઃ ૫૨ હજાર થી વધુના મોતઃ સિંગાપોરમાં કુલ કેસ ૧૨ હજારને પાર

વોશિંગ્ટન,તા.૨૫: વિશ્વમાં કોરોનાના અત્યાર સુધીમાં ૨૮,૩૧,૩૩૭ નોંધાયા છે.તેમજ ૮,૦૬,૮૯૪ લોકો સ્વસ્થ થયા છે. ઇટાલીમાં ૧૫૦ ડોકટરના મોત થયા છે. બીજી બાજુ લોકડાઉન દરમ્યાન લંડનમાં ઘરેલું હિંસા મામલે અંદાજે ચાર હજાર લોકોને ધરપકડ કરવામાં આવી છે.

મહામારીના લીધે પાર્કિસ્તાનમાં ૯મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા ૧૧,૯૪૦ કેસ તેમજ ૨૫૩ લોકોના મોત થયા છે.

અમેરિકામાં સૌથી વધુ પ્રભાવિત ન્યુયોર્ક શહેરમાં ગઇ કાલે ૪૨૨ લોકોના મોત થયા છે. ૩૧ માર્ચ બાદ પ્રથમવાર રાજ્યમાં મોતનો આંકડો ઓછો રહ્યો જો કે અમેરિકામાં હજુ પણ સંક્રમિતની સંખ્યા અકલ્પનિયસ્તર પર છે. અમેરિકામાં સંક્રમિતો સંખ્યા ૯,૨૫,૦૩૮એ  પહોંચી છે. તેમજ ૫૨,૧૮૫ના મોત થયા છે.

ઇટાલીમાં સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ પાંચ સપ્તાહમાં પ્રથમ વાર એક દિવસમાં સૌથી ઓછી મોત થયા છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં ૧૫૦ ડોકટરના મોત થયા છે. સંક્રમણના મામલે ૧૦ ટકા સ્વાસ્થ્ય કર્મી બીમાર છે. ત્યાં અત્યાર સુધીમાં ૨૫ હજારથી વધુના મોત થયા છે. જ્યારે ૧,૯૨,૦૦૦થી  વધુ લોકો સંક્રમિત છે.

સિંગાપોરમાં સંક્રમણના ૧૨,૦૭૫ કેસની પુષ્ટિ થઇ છે. ગઇ કાલે ૮૯૭ કેસ નવા જોવા મળ્યા છે. દેશમાં માઇગ્રેન્ટ વર્કર્સ વધુ સંક્રમિત છે.

રશિયામાં સંક્રમિતોની સંખ્યા વધીને ૬૮,૬૨૨ થઇ ગઇ છે. રશિયામાં અત્યાર સુધીમાં ૬૧૫ના મોત થયા છે. સુત્રોના જણાવ્યા મુજબ ૨૪ એપ્રિલ મરમંસ્ક ક્ષ્ેાત્રમાં ૧૯૩ નવા કેસ નોંધાયા છે. આ ક્ષેત્રમાં કુલ કેસ ૮૫૬ છે. અને ચારના મોત થયા છે.

બ્રાઝીલમાં સંક્રમિતોના ૩૫૦૩ નવા કેસ સામે આાવ્યા છે. સંક્રમિતોની સંખ્યા વધીને ૫૨,૯૯૫ થઇ છે. એક દિવસ પહેલા બ્રાઝીલમાં ૩,૭૩૫ નવા કેસ મળ્યા હતા. બ્રાઝીલમાં અત્યાર સુધીમાં ૩૬૭૦ લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ બ્રાઝીલમાં અત્યાર સુધી ૨૭,૬૦૦થી વધુ સ્વસ્થ થયા છે.

અમેરિકા બાદ સ્પેન કોવિડ ૧૯થી બીજો સૌથી પ્રભાવિત દેશ છે, અહીં ૨૨,૫૨૪ લોકોના મોત સાથે ૨૧૯૭૬૪ લોકો સંક્રમિત થવાની પુષ્ટી થઈ છે. મોતના મામલે ઈટલી બીજા નંબર પર છે. ઈટલીમાં અત્યાર સુધી ૨૫,૯૬૯ મોત થયા છે, જયારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૧૯૨,૯૯૪ છે. ત્યારબાદ ફ્રાંસ, જમર્ની, યૂકે, ટર્કી, ઈરાન, ચીન, રશિયા,બ્રાઝિલ, બેલ્ઝિયમ જેવા દેશ સૌથી વધુ પ્રભાવિત છે.

વિશ્વમાં કોરોનાની સ્થિતિ

અમેરિકા

 

 

કુલ કેસ

:

૯,૨૫, ૭૫૮

મૃત્યુઆંક

:

૫૨,૧૨૭

ઇટાલી

 

 

કુલ કેસ

:

૧,૯૨,૯૯૪

મૃત્યુઆંક

:

૨૫,૯૬૯

સ્પેન

 

 

કુલ કેસ

:

૨,૧૯,૭૬૪

મૃત્યુઆંક

:

૨૨,૫૨૪

જર્મની

 

 

કુલ કેસ

:

૧,૫૫,૦૫૪

મૃત્યુઆંક

:

૫૭૬૭

ફ્રાંસ

 

 

કુલ કેસ

:

૧,૫૯,૮૨૮

મૃત્યુઆંક

:

૨૨,૨૪૫

લંડન

 

 

કુલ કેસ

:

૧,૪૩,૪૬૪

મૃત્યુઆંક

:

૧૯,૫૦૬

તુર્કી

 

 

કુલ કેસ

:

૧,૦૪,૯૧૨

મૃત્યુઆંક

:

૨૬૦૦

બ્રાઝીલ

 

 

કુલ કેસ

:

૫૪,૦૪૩

મૃત્યુઆંક

:

૩૭૦૪

જાપાન

 

 

કુલ કેસ

:

૧૨,૮૨૯

મૃત્યુઆંક

:

૩૪૫

કેનેડા

 

 

કુલ કેસ

:

૪૩,૮૮૮

મૃત્યુઆંક

:

૨૩૦૨

(3:52 pm IST)