Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

દારૂની દુકાનો તો હજુ બંધ જ રહેશે

સરકારની છુટછાટમાં દારૂની કેટેગરીનો સમાવેશ થયો નથી

નવી દિલ્હી : લોકડાઉન દરમ્યાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. આજથી દેશની બધી દુકાનો  ખુલી જશે. જો કે તેમાં કેટલીક અગત્યની શરતો પણ રાખવામાં આવી છે.   ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે  આ આદેશ ગ્રીન ઝોનવાળા વિસ્તારો માટે જ છે. જે વિસ્તારોને હોટસ્પોટ  જાહેર કરાયા છે ત્યાં આ આદેશ લાગુ નહી થાય.

સાથે જ દારૂની દુકાનોને પણ આ કેટેગરીમાં નથી મુકાઇ. તેમને શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ  એકટને  અન્ય કેટેગરીમાં રાખવામાં આવી છે એટલે દારૂની  દુકાનો હજુ બંધ જ રહેશે.  આ સાથે જ  શોપિંગ કોમ્પલેક્ષ અને  મોલ વગેરેને પણ ખોલવાની પરવાનગી નથી અપાઇ. આ ઉપરાંત નહેરૂ પ્લેસ , પાલિકા બજાર, લાજપત નગર જેવી માર્કેટો પણ નહિ ખૂલે.

આશા સેવાઇ રહી છે કે દેશમાં શનિવારથી ધંધાકીય પ્રવૃતિઓ  થોડી ગતી પકડશે. ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ , કેન્દ્ર સરકારે રહેણાંક કોલોનીની આજુબાજુ બનેલી દુકાનો અને સ્ટેન્ડ એલોન દુકાનોને જ ખોલવાની પરવાનગી આપી છે એટલે કે એવી દુકાનોને જ  ખોલવાની  પરવાનગી આપી છે એટલે કે  એવી દુકાનો જે નગરપાલીકા , નિગમો અને  નગરપાલિકાની હદની અંદર આવતી હોય. અને તેમાં પણ શહેર ગૃહ મંત્રાલયે કેટલીક શરતો રાખી છે. જેના અનુસાર, બધી દુકાનો સંબંધિત રાજ્યના સ્થાપના અધિનિયમ હેઠળ રજીસ્ટર્ડ હોવી જોઇએ. દુકાનોમાં ફકત અડધો સ્ટાફ જ કામ કરી શકશે. સ્ટાફે  માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પણ ધ્યાન રાખવાનું રહેશે.

(11:24 am IST)