Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

અમેરિકામાં કોરોનાનો હાહાકાર : છેલ્લા 24 કલાકમાં વધુ 3176 લોકોનાં મોત: મૃત્યુઆંક 50 હજારને પાર પહોંચ્યો

અમેરિકામાં વધતો મૃત્યુદર સરકાર તથા સામાન્ય લોકો માટે ચિંતાજનક

વોશિંગટન : કોરોના મહામારી સામે મહાસત્તા લાચાર બની છે અમેરિકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અમેરિકામાં કૉરોનથી મૃત્યુઆંક 50 હજારને પાર પહોંચ્યો છે, એક જ દિવસમાં 3176 લોકોનાં મોત થયા છે જોન હોપકિન્સ યુનિવર્સિટીનાં આંકડાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 3176 લોકોનો જીવ ગયો છે.

બાલ્ટિમોર સ્થિત જોન હોપકિન્સ યુનિવર્સિટીનાં લેટેસ્ટ આંકડા મુજબ અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 50,031નાં મોત તથા 8,70,468 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુરૂવારે કોરોના વાયરસનાં 26,971 નવા કેસની પુષ્ટી થઇ છે. દેશમાં વધી રહેલો મૃત્યુદર સરકાર તથા સામાન્ય લોકો માટે ચિંતાજનક બન્યો છે.

ત્યાંજ કોરોના વાયરસનાં કારણે દુનિયાભરમાં 190,635 લોકોનું મોત અને 2,718,139 નોંધાયા છે, તે ઉપરાંત 745,500 લોકો સાજા પણ થઇ ચુક્યા છે.

કોરોનાથી મોત થવાના મામલે અમેરિકા બાદ ઇટાલી અને સ્પેનનો નંબર આવે છે, ઇટાલીમાં જ્યાં 25,549 લોકોનાં મોત થઇ ચુક્યા છે તો સ્પેનમાં મૃત્યુઆંક 22,157 પર પહોંચ્યો છે.

(12:00 am IST)