Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

કેરળમાં કલેક્ટરે સરકારી શાળામાં બાળકો સાથે જમીન પર બેસીને મિડ-ડે મીલ લીધું :લોકોએ કરી પ્રશંસા

 

કેરળની એક સરકારી શાળામાં કલેકટરે બાળકો સાથે નીચે બેસીને મીડ દે મિલ લીધું હતું મીડ-ડે મીલ માટે તેમની સ્કૂળમાં જિલ્લા કલેક્ટર ઓચિંતા મહેમાન બની આવી પહોંચ્યા હતું અને  બાળકો સાથે જમીન પર બેસીને મીડ-ડે મીલ પણ લીધું હતું .

  રાજ્યના અલપ્પુજ્હા જિલ્લામાં આવેલી શ્રી દેવી વિસાલમ (SDV) સરકારી શાળામાં જિલ્લા કલેક્ટર એસ.સુહાસ મુલાકાતે લેવા પહોંચ્યા હતા. અહીં તેમણે શાળામાં બાળકોને અપાતા મીડ-ડે મીલની ગુણવત્તા તપાસવા માટે બાળકો સાથે જમીન પર બેસીને ભોજન લીધું.

  એસ. સુહાસે જણાવ્યું કે, તેઓ લંચ ટાઈમ સમયે સ્કૂલના રસોડામાં બનતા મીડ-ડે મીલનું ચેકિંગ કરવા જાય છે, અને બાળકોને સારી ગુણવત્તાનું ફૂડ મળે તે સુનિશ્ચિત કરે છે. SDV સ્કૂલને કેરળની સૌથી મોટી સરકારી શાળામાંથી એક માનવામાં આવે છે. અહીં વિવિધ કેટેગરીમાં 1600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

  સરકારી શાળાની મુલાકાત બાદ સુહાસે બાળકો સાથે ભોજને લેતી તસવીરો એક ફેસબુક પેજ પર શેર કરી છે. પોસ્ટ મુજબ કલેક્ટર બાળકોને અપાતા મીડ-ડે મીલની ગુણવત્તાથી સંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે કે સુહાસે અલપ્પુઝા જિલ્લા કલેક્ટર તરીકે એક મહિના પહેલા કામ કાજ સંભાળ્યું છે. તેમના નવા પગલાંની સ્થાનિક લોકો પ્રશંસા કરી રહ્યા છે. પહેલા વાયનદ જિલ્લા કલેક્ટર તરીકે તેમણે આદિવાસી બાળકોમાં સ્કૂલ ડ્રોપ-આઉટથી અટકાવ્યા હતા.

  એસ. સુહાસ 2012ની બેચના IAS ઓફિસર છે. તેમણે મેરીલેન્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં સ્કોલરશીપ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. ઉપરાંત આદીવાસી વિસ્તારોમાં બાળકોની સ્કૂલ ડ્રોપ-આઉટની સમસ્યા મુદ્દે પણ કામ કર્યું. કલેક્ટર તરીકે વાયનદ જિલ્લામાં પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં સ્કૂલમાં હાજરી અને પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવનારા 30 બાળકોને મફતમાં કોચી મેટ્રોમાં મુસાફરી કરાવી હતી

(12:00 am IST)