Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

બીજેપી નેતા ચૌધરી લાલસિંહે ફરી માજા મૂકી : કાશ્મીરના પત્રકારોને 'પોતાની હદમાં રહેવા'આપી ધમકી;સર્વત્ર ટિક્કા

આ પહેલા પણ પત્રકારો પર આરોપને પગલે રાજીનામુ આપવું પડ્યું હતું

બીજેપી નેતા ચૌધરી લાલસિંહે ફરી એકવાર પત્રકારો પર બફાટ કર્યો છે તેઓએ કાશ્મીરના પત્રકારોને પોતાની હદમાં રહેવાની ધમકી આપી છે. તેમને કહ્યું કે, કઠુઆ રેપ અને વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યા રિપોર્ટિંગ કરતી વખતે પત્રકારોની પોતાની હદનો ખ્યાલ રાખવો જોઈએ.

  સિંહે મીડિયાને સંબોધિત કરતાં કહ્યું, "હું કાશ્મીરી પત્રકારોને કહેવા માંગુ છું કે, પત્રકારિતા કરતી વખતે તેઓ પોતાની હદમાં રહે"

સિંહે કહ્યું, "તે માટે પોતાની હદમાં રહે, જેથી ભાઈચારો અને સદભાવના બનેલી રહે."

  અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા પણ પીડીપી-બીજેપી સરકારે વનમંત્રી રહેલ લાલસિંહ એપ્રિલમાં કઠુઆ રેપ-મર્ડરના આરોપીઓના સમર્થનમાં થયેલ રેલીમાં સામેલ થયા હતા. ત્યાર પછી તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.

  તેમનો નિવેદન જમ્મુમાં બીજેપી ચીફ અમિત શાહની રેલીથી એક દિવસ પહેલા આવ્યો છે. પીડીપીથી ગઠબંધન તૂટ્યા પછી શાહની પ્રદેશમાં આજે એટલે કે, 23 જૂને પ્રથમ રેલી છે.

કાશ્મીરના પત્રકારોએ સિંહ વિરૂદ્ધ રાજ્યપાલ એનએન વોહરા સાથે મુલાકાત કરવાનો નિર્ણય લીધો છે. પત્રકારોની માંગ છે કે, બીજેપી નેતા જાહેરમાં ધમકીઓ આપી રહ્યાં છે અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. પત્રકારોએ કહ્યું કે, આનાથી પહેલા સિંહ પત્રકારો પર આરોપ લગાવી ચૂક્યા છે કે, તેમના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું

  સિંહના નિવેદનની નેતાઓ નિંદા કરી હતી. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું કે, "પ્રિય પત્રકારો, તમારા સહકર્મિઓને હાલમાં બીજેપી ધારાસભ્યએ ધમકી આપી છે. એવું લાગી રહ્યું છે કે, મોત હવે અન્ય પત્રકારોને ડરાવવા માટે ગુંડાઓનું હથિયાર બની ચૂકી છે."

  કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું, "શું અમિત શાહ પોતાની રેલીમાં વાતનો જવાબ આપશે કે, જમ્મુ-કાશ્મીરમાં હત્યાથી બચવા માટે પત્રકારોને ઝૂકવું પડશે અને શું ત્યારે ભાઈચારો સુનિશ્ચિત રહેશે?"

   પૈંથર્સ પાર્ટીના નેતા હર્ષ દેવ સિંહે કહ્યું કે, "પ્રદેશમાં સત્તા છીનવાઈ જવાથી બીજેપી ડરી ગઈ છે. તેમને કહ્યું, સત્તા છીનવાઈ જવાના કારણે બીજેપી પૂરી રીતે ડરી ગઈ છે, કેમ કે તેમને ખબર છે કે, રાજ્યમાં તેમની વાપસીની સંભાવના હંમેશા માટે ખત્મ થઈ ગઈ છે. સિંહ કાશ્મીરના પત્રકારો માટે કઈ હદની વાત કરી રહ્યાં છે? તમારે એવા નિવેદન આપવાથી બચવું જોઈએ તેના કારણે તમારી મજાક બને"

(12:00 am IST)