Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

મહારાષ્‍ટ્રના માલેગાંવ તાલુકાના મુંગલા ગામમાં ફીટકારજનક ઘટનાઃ જમીનના વિવાદમાં પુત્રએ માતાને ટ્રેકટરના વ્હીલ પાસે ધકેલી દીધીઃ કળીયુગી પુત્ર સામે ભારે રોષ

મુંબઇઃ માલેગાવ તાલુકાના મુંગલા ગામના રહીશ એક વ્યક્તિએ પોતાની જ માતાને ટ્રેક્ટર સામે ફેંકી દીધી. હકીકતમાં રાઉત પરિવાર અને દલવી પરિવાર વચ્ચે ખેતરને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તહસીલ કોર્ટે રાઉત પ રિવારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ રાઉત પરિવાર જ્યારે ખેતરમાં ખેતી કરવા માટે પહોંચ્યો તો આ વાત દલવી પરિવારના પુત્રને એટલી આકરી લાગી કે તેણે ટ્રેક્ટર રોકવા માટે પોતાની જ માતાને ટ્રેક્ટર સામે ફેંકી દીધી.

ઘટનાનો વીડિયો ખુબ વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કળિયુગી પુત્ર પોતાની માતાને ટ્રેક્ટરના આગલા પૈડા આગળ ધકેલી દીધી છે. આ ઘટનાની તપાસ થઈ રહી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ કામ માટે તે વ્યક્તિ વિરુદ્ધ ક્રાઈમ તપાસ શરૂ કરી દીધી છે. વીડિયો સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયા ઉપર પણ લોકોએ આ કળિયુગી પુત્ર પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

આ ઘટના અંગે મીડિયા સાથે વાતચીત કરતા માલેગાંવના વરિષ્ઠ પોલીસ અધિકારી સુરેશ નાયકનાવારે કહ્યું કે ત્યાં બે જૂથ વચ્ચે જમીન વિવાદના પગલે લડાઈ થઈ હતી. બંને પક્ષના લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ગઈ છે. એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આગળ તપાસ ચાલુ છે.

(6:33 pm IST)