Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

દિલ્હી વિધાનસભા ચૂંટણી: આમ આદમી પાર્ટીના 39 સ્ટાર પ્રચારકો: વિશાલ દદલાણી પણ સામેલ

સંજય સિંહ, ગોપાલ રાય, પંજાબથી સાંસદ ભગવંત માન પણ યાદીમાં સામેલ

 

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં કુલ 39 નેતાઓનો સમાવેશ થાય છે. સિંગર વિશાલ દદલાણીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ સિવાય સંજય સિંહ, ગોપાલ રાય, પંજાબથી સાંસદ ભગવંત માન પણ આ લિસ્ટમાં સામેલ છે. સ્ટાર પ્રચારમાં સૌથી પહેલું નામ અરવિંદ કેજરીવાલ અને બીજા નંબરે મનિષ સિસોદીયા છે.

જો કે એક સવાલ કેજરીવાલને પૂછવામાં આવ્યો હતો કે તમારા સ્ટાર પ્રચારક કોણ હશે ત્યારે તેઓએ જવાબ આપ્યો હતો કે જનતા. આમ આ લિસ્ટ જાહેર થયા બાદ નક્કી થઈ ગયું કે કુલ 39 લોકો દિલ્હીમાં આમ આદમીને જીતાડવા માટે સભાઓ કરશે અને લોકોની પાસે મતની માગણી કરશે.

(1:18 am IST)
  • રાજકોટીયનો માટે મહાનગરપાલિકાનું નવુ નજરાણું : લાલપરી તળાવમાં નૌકા વિહારની મોજનો પ્રારંભ સ્પીડ બોટ અને વોટર બોટની રાઈડ ખાનગી કંપનીના માધ્યમથી શરૂ access_time 6:15 pm IST

  • ઓસ્ટ્રેલિયન ઓપન : દિવિજે પુરૂષ ડબલ્સના બીજા રાઉન્ડમાં કરી એન્ટ્રી : જોકોવિચ, સેરેના અને ઓસાકા ત્રીજા રાઉન્ડમાં થયા દાખલ access_time 3:15 pm IST

  • રાજકોટના લાલપરી તળાવમાં બોટીંગ શરૂ થશે : સાંજે લોન્ચીંગ તળાવમાં સ્પીડબોટ અને વોટરબોટનું આકર્ષણ ઉમેરવા રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વ પ્રસંગે શહેરીજનો માટે શરૂ થશે નવી સુવિધા access_time 5:49 pm IST